Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં રાજ્ય કક્ષાની મહિલા ડેરી કાર્યશાળાનું આયોજન

ભરૂચમાં રાજ્ય કક્ષાની મહિલા ડેરી કાર્યશાળાનું આયોજન
X

ભરૂચના આત્મીય સંસ્કાર ધામ ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન, પી.આઇ. ફાઉન્ડેશન અને દૂધધારા ડેરીના સહયોગથી મહિલા ડેરી ઉદ્યોગને લગતી રાજ્ય કક્ષાની કાર્યશાળાનું આયોજન થયું હતું. જેમાં ગુજરાતભરમાંથી ડેરીસાથે સંકાળાયેલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

કાર્યક્રમમાં ૧૭ જિલ્લાના ૩૧ તાલુકામાંથી ૯૦ જેટલી ડેરી સાથે સંકળાયેલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. જેમને આતાપી ફાઉન્ડેશનના ચેરમેન ગગન શેઠીએ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બહેનોની શક્તિને બહાર લાવવી અને આ ચળવળ વધુ આગળ વધે તે માટે બહેનો એક મંચ પર આવી ભાગીદારી કરે તો ગામનો વિકાસ થાય. ગામના રાજકારણમાં પણ બદલાવ આવે. ગુજરાત મિલ્ક માર્કેટીંગના અધ્યક્ષ આર.એસ. સોઢીએ પણ જણાવ્યું હતું કે, પશુપાલનના ધંધા ધ્વારા આર્થિક સધ્ધરતા વધારી શકાય તેમજ મહિલાઓનો પણ વિકાસ થાય તે જરૂરી છે.

મહિલાઓનો દૂધ ઉત્પાદનમાં મહત્વનો ફાળો હોવાનું જણાવી તેમણે મહિલાઓને વધુમાં વધુ દૂધ મંડળીઓ ઉભી કરી આગળ આવવાની હાકલ કરી હતી. તેમણેકહયું હતું કે વિશ્વમાં દૂધની માંગ વધશે તે માટે સારી જાતના પશુ, સારો ખોરાક અને પશુ સ્વચ્છતાના મુદૃાને ધ્યાને રાખવા જોઇએ. કાર્યશાળામાં ગુજરાત મીલ્ક માર્કેટીંગના અધ્યક્ષ આર.એ. સોઢી, અમુલના મેનેજર હિમાંશુ રાઠોડ, ભરુચ દૂધધારા ડેરીના ચેરમેન, આતાપી ફાઉન્ડેશનના ચેરમેન ગગન શેઠી, પી.આઇ. ફાઉન્ડેશનના રીજનલ હેડ અમરેન્દ્રસ઼િહ સહિતના તજજ્ઞો જોડાયા હતા.

Next Story