Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લા માં ગુરુ પૂર્ણિમા ની ભક્તિસભર ઉજવણી કરાઈ

ભરૂચ જિલ્લા માં ગુરુ પૂર્ણિમા ની ભક્તિસભર ઉજવણી કરાઈ
X

ગુરૂપુજન કરીને ભક્તો એ ગુરુનું ઋણ અદા કર્યું

ભરૂચ જિલ્લાભર માં ગુરુપૂર્ણિમા નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું રસપાન ભક્તો એ કરીને ધન્યતા નો અહેસાસ કર્યો હતો.

5

અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુપૂર્ણિમા અર્થાત વ્યાસ પૂર્ણિમા ના પાવન અવસર પ્રસંગે ભરૂચ ના સનાતન ધર્મ પરિવાર દ્વારા ભક્તિસભર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, સનાતન ધર્મ પરિવાર ના ગાદી પતિ શ્રી સોમદાસ બાપુના દર્શન નો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તો એ લીધો હતો. જ્યારે ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ,સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર,સહિત ના અગ્રણીઓ એ પણ શ્રી સોમદાસ બાપુ ના દર્શન કર્યા હતા.અને સોમદાસ બાપુ ના આર્શીવચન નો લ્હાવો લીધો હતો.

3

જ્યારે ભરૂચ શહેર ના કસક પાસે આવેલ સાંઈ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા નિમિતે ભક્તોએ પાદુકા પૂજન કર્યું હતું.

2

અંકલેશ્વર ના પંચાટી બજાર ખાતે ના કબીર આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ના પાવન અવસર પ્રસંગે મહંત શ્રી 108 રામકિશોર દાસજી સાહેબ,મહંત શ્રી 108 ગુરુચરણ દાસજી સાહેબ,મહંત શ્રી 108 પ્રભુદાસજી સાહેબ ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા નિમિતે ધર્મભીના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.

4

જેમાં ભક્તો એ સવાર થી જ ગુરૂપુજન,ગુરુવંદના,ભજનકિર્તન,થકી ગુરુ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું હતું.આ પ્રસંગે કબીર મંદિર ના મહંત શ્રી ઓ ના આર્શીવચન નો લ્હાવો લઈને ભક્તો એ ધન્યતા અનુભવી હતી.

1

જ્યારે દીવા ગામ ખાતે ના ભાથુજી મંદિરે પણ ગુરુ ના પાદુકા પૂજન ભક્તોએ કર્યું હતું,ઉપરાંત રામકુંડ તીર્થ ખાતે પણ મહંત ગંગાદાસ બાપુ ના સાનિધ્યમાં ભક્તો એ ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરી હતી.

6

Next Story