Connect Gujarat
ગુજરાત

ભરૂચ મક્તમપુર નજીક નદીમાં માછલી પકડવા જતા અજગર ફસાયો

ભરૂચ મક્તમપુર નજીક નદીમાં માછલી પકડવા જતા અજગર ફસાયો
X

ભરૂચ મક્તમપુર નર્મદા નદીમાં માછલી પકડવાનો પ્રયત્ન કરતા છોકરાઓના ગલમાં અજગર ફસાતા ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે અજગરને સુરક્ષિત રીતે પકડી લઈને નર્સરીમાં મોકલી અપાયો હતો.

ભરૂચ મકતમુર વિસ્તારમાં રહેતા કેટલાક યુવાનો નર્મદા નદીમાં માછલી પકડવા માટે ગલ નાંખીને બેઠા હતા અને થોડા સમયની પ્રતીક્ષા બાદ અચાનક ગલમાં ભારે વજન લાગતા તેઓને મોટી માછલી ફસાઇ હોવાની ખુશી થઈ હતી. પરંતુ ગલને પાણીમાંથી બહાર કાઢતા યુવાનો એક સમયે તો ત્યાંથી મુઠ્ઠી વાળીને ભાગ્યા હતા.

કારણ કે માછલીના ગલમાં ફસાયો હતો અજગર, જે અંગે સ્થાનિક લોકોને જાણ કરવામાં આવતા લોક ટોળા ઉમટી પડયા હતા અને અજગરને સિફતપૂર્વક પકડી લીધો હતો. લોકો કુતુહલતાપૂર્વક અજગરને નિહાળીને નદીમાં ક્યાંથી આવ્યો હશે તેવા વિચારો કરવા લાગ્યા હતા.

અજગર આઠ ફૂટ લાંબો હોવાનું પણ જાણવા મળ્યુ છે અને અજગરને સુરક્ષિત રીતે ઝાડેશ્વર નર્સરીમાં સોંપવામાં આવ્યો હતો. જેને વન વિભાગે સુરિક્ષત સ્થળ પર મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

Next Story