Connect Gujarat
ગુજરાત

ભરૂચ સહીત રાજ્ય ની સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ પડતર માંગણીના પ્રશ્ને યુનિફોર્મનો બહિષ્કાર આંદોલન

ભરૂચ સહીત રાજ્ય ની સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ પડતર માંગણીના પ્રશ્ને યુનિફોર્મનો બહિષ્કાર આંદોલન
X

પગારપંચનો લાભ, એલાઉન્સ, શિક્ષકોની નિમણુંક સહિતની માંગણીઓના પ્રશ્ને આંદોલનના મંડાણ

યુનાઈટેડ નર્સીસ ફોરમ દ્વારા વણ ઉકેલ્યા પડતર પ્રશ્નોની રજુઆત છતાં ઉકેલ ન આવતા આગામી તા.૧૬/૧ થી નર્સીંસ કર્મચારીઓ દ્વારા યુનિફોર્મનો બહિષ્કાર કરી ફરજ બજાવવા માટે હાજર રહેશે. સરકાર દ્વારા રાજયના નર્સીસને ગ્રેડ, નર્સીંગ એલાઉન્સ યુનિફોર્મ અને વોશીંગ એલાઉન્સ જેવા ખાસ ભથ્થાઓ જીએમઈઆરએસ સેકટરના નર્સીસને સાતમા પગારપંચ લાભ જેવી અનેક બાબતોની સરકાર સમક્ષ રજુ કરેલા હોય છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આગામી તા.૧૬/૧થી નર્સીંગ સ્ટાફ દ્વારા યુનિફોર્મનો બહિષ્કાર કરવામાં આવશે.

સરકાર દ્વારા જરૂરી પગલા લેવામાં નહીં આવે તો આંદોલનને ઉગ્ર પગલા તરફ લઈ જવામાં આવશે તેવું યુનાઈટેડ નર્સીસ ફોરમના પ્રેસિડેન્ટ આઈએ કડીવાલા અને સેક્રેટરી ધવલ પટેલે યાદીમાં જણાવ્યું હતું. મેડિકલ, ડેન્ટલ, ફીઝીયોથેરાપી અને અન્ય શાખાઓમાં સ્ટાઈપેન્ડમાં થયેલા ઉતરોતર વધારા દરમિયાન નર્સીંગ સ્ટુડન્ટના સ્ટાઈપેન્ડના વધારાની કોઈ જ કાળજી ન લેવાથી સમાન પગાર સિઘ્ધાંતનું સરકાર દ્વારા પાલન થાય એવું અનિવાર્ય છે તેમ ઉમેર્યું હતું.

Next Story