Connect Gujarat
ગુજરાત

ભરૂચ: સેવાશ્રમ રોડ ઉપર લીમડાનું ઝાડ અચાનક પડતા દોડધામ,૧ શ્રમજીવી ઘાયલ

ભરૂચ: સેવાશ્રમ રોડ ઉપર લીમડાનું ઝાડ અચાનક પડતા દોડધામ,૧ શ્રમજીવી ઘાયલ
X

ભરૂચના હાર્દસમાં વિસ્તાર સેવાશ્રમ રોડ પર આવેલ રિલાયન્સ મોલ પાસે લીમડાનું તોતિંગ ઝાડ એકાએક પડી જતા હાજર રાહદારીઓમાં નાસભાગ થઈ જવા પામી હતી.

ભરૂચ સેવાશ્રમ રોડ પર આવેલ રિલાયન્સ મોલને અડીને લીમડાનું તોતિંગ ઝાડ સવાર ના ૮ થી ૮:૧૫ કલાક દરમિયાન એકાએક પડી જતા હાજર રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.એકાએક અને અચાનક આ લીમડાનું તોતિંગ ઝાડ ધરાસાઈ થયું ત્યારે ત્યાં હાજર રાહદારી દ્વારા ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ભરૂચ ફાયર ફાઇટરની ટીમને જાણ થતાં તરતજ તે ઘટનાસ્થળે પહોંચી અને લીમડાના ધરાસાઈ ગયેલ ઝાડને રોડની વચ્ચે ટ્રાફિકને અડચણ રૂપ ન બને તે માટે કામે લાગી હતી. ભરૂચ ફાયર ફાઇટરની ટીમ સાથે ઝાડ કાપનાર ગેંગને પણ તાત્કાલિક બોલવામાં આવી હતી. ઝાડા કાપનાર એક શ્રમજીવીને ઝાડ કાપતા કાપતા તેના પગ પર લીમડાના ઝાડનો એક મોટો ભાગ પડતા તેનો પગ દબાઈ જતા તેણે બુમરાણ મચાવી હતી.જેથી ઝાડ કાપનાર ટીમના અન્ય સભ્યો તેમજ ભરૂચ નગર પાલિકાના ફાયર ફાઇટરો આ શ્રમજીવીની વ્હારે દોડી આવી તેના પગને ઝાડના મોટા ભાગ નીચે થી કાઢી તેને ઝાડ ઉપરથી નીચે ઉતારવામાં આવ્યો હતો.જો કે સદનસીબે કોઈ જાનહાની કે મોટું નુકસાન ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. પાલિકા ફાયરા વિભાગે આ તોતીંગ ઝાડને કાપી હતાવતા ટ્રાફીફ પણ પૂર્વવત બન્યો હતો.

Next Story