Connect Gujarat
ગુજરાત

ભરૂચ: 100 કરતાં વધુ બાઇકની કરી હતી ચોરી, LCB ના હાથે 2 ઝડપાયા

ભરૂચ: 100 કરતાં વધુ બાઇકની કરી હતી ચોરી, LCB ના હાથે 2 ઝડપાયા
X

બંને ઇસમો પાસેથી 11 બાઇક મળી આવી, વડોદરા થી ચોરી કરી બીજે વેચતા હતા

ભરૂચ જિલ્લામાં બનતા વાહનચોરીના ગુનાઓ અટકાવવા જંબુસર બાયપાસ વિસ્તારમાં જ્યારે એલસીબી પી.આઈ. એસ.સી.તરડે તેમજ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન જંબુસર તરફથી બે ઈસમો નામે સરફરાજ ઉર્ફે ડોન તેમજ ઇકબાલ હસન અફીણ વાલા રહેવાસી, ટંકારા ગામ ચકલામાં તાલુકો, જંબુસર જીલ્લો. ભરૂચ તથા બીજો આરોપી નામે રફીક પોન્ટિંગ ગુલામ, રહેવાસી ખારાકુવા પાંચ વાટકી વિસ્તાર, તાલુકો જંબુસર જીલ્લો ભરૂચ જેઓ જંબુસર ચોકડી તરફ નંબર વગરની મોટરસાઇકલ લઇને આવતા હતા.

પોલીસે શંકાના આધારે બંને શખ્સોને અટકાવ્યા હતા. એલસીબી પોલીસે બંનેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓ આ મોટર સાઇકલ વડોદરા શહેરમાંથી ચોરી કરીને વેચવા અર્થ આવેલ હતા. જ્યારે મકરપુરા, સયાજીગંજ, ફતેગંજ, ગોત્રી, ગોરવા, જે.પી.રોડ, માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કુલ દસ જેટલા ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં ભરૂચ એલ.સી.બી.પોલીસને સફળતા મળી હતી.

જેમાં હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ કુલ નંગ ૭ હીરો હોન્ડા પેસન પ્રો નંગ ૩ તેમજ સીડી ડિલક્ષ નંગ ૧ જેમાં કુલ મોટર સાઇકલ ૧૧નંગ તેમજ એક સેમસંગ કંપની મોબાઈલ જે તમામ મળી કુલ રૂપિયા બે લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવી છે જો કે આ આરોપીઓ વડોદરા શહેરમાં જાહેર પાર્કિંગમાં પાર્ક કરેલી હીરોહોન્ડા સ્પ્લેન્ડર પોલીસ ચોળી ગ્રાહકોને વિશ્વાસમાં લઈ આર સી બૂક પાછી આપવાની શરતે મોટરસાઇકલ ફાયદો મેળવતા હોવાની માહિતી મળી છે.

Next Story