Connect Gujarat
સમાચાર

ભાઇબીજ પર બનાવો ગાજરનો હલવો

ભાઇબીજ પર બનાવો ગાજરનો હલવો
X

ગાજરના હલવા માટેની સામગ્રી

- 1 કિલો ગાજર

- 1 લિટર દૂધ

- 1 ચમચી ઇલાયચી પાવડર

- ¾ કપ પાણી

- 3 ચમચી ઘી

- 2 ચમચી બદામ

- 2 ચમચી કાજુ

- 2 ચમચી કિસમિસ

- 2 ચમચી પિસ્તા

- 450 ગ્રામ ખાંડ

ગાજરનો હલવો બનાવવાની રીત

- ગાજરને ધોને છીણી લેવા. કિસમિસને પાણીમાં 30 મીનિટ પલાળવી.

- પાણીને ગરમ કરવા માટે મૂકો. જ્યારે બરાબર ઉકળવા લાગે ત્યારે તેમાં છીણેલુ ગાજર નાંખો અને 5-7 મિનિટ સુધી ચઢવા દો.

- તેમાં દૂધ ઉમેરીને ધીમા તાપે ચઢવા દો. થોડી થોડીવારે હલાવતા રહેવું.

- હવે તેમાં ખાંડ ઉમેરવી. બધુ દૂધ બળી જાય ત્યાં સુધી હલવાને હલાવવો.

- ત્યારબાદ તેમાં ઘી નાંખી 2-3 મિનિટ સુધી હલાવો. હવે તેમાં થોડી ઇલાયચી અને કિસમિસ મિક્સ કરો.

- હવે ગાજરના હલવાને નીચે ઉતારીને બાઉલમાં સર્વ કરો.

Next Story