Connect Gujarat
ગુજરાત

ભાજપ દ્વારા સતત ચોથી ટર્મ માટે ઈશ્વરસિંહ પટેલની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા સમર્થકોમાં ખુશી

ભાજપ દ્વારા સતત ચોથી ટર્મ માટે ઈશ્વરસિંહ પટેલની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા  સમર્થકોમાં ખુશી
X

ગુજરાત વિધાનસભાની 70 બેઠકો પર ભાજપ દ્વારા ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 154 - અંકલેશ્વર - હાંસોટ વિધાનસભાની બેઠક પર સતત ચોથી ટર્મ માટે ઈશ્વરસિંહ પટેલનાં નામ પર મહોર મારવામાં આવી છે.અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર સતત ચોથી ટર્મ માટે ભાજપ દ્વારા ઈશ્વરસિંહ પટેલનાં નામની પસંદગી કરવામાં આવી છે, ઈશ્વરસિંહ પટેલ હાલમાં રાજ્ય સરકારમાં મંત્રી છે, અને સહકારી ક્ષેત્રે પણ તેઓ સારું પ્રભુત્વ ધરાવે છે. અને શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.પંડવાઈ, હાંસોટનાં તેઓ ચેરમેન પણ છે.

ભાજપ દ્વારા અંકલેશ્વર હાંસોટ વિધાનસભાની બેઠક પર ઈશ્વરસિંહ પટેલને રિપીટ કરવામાં આવતા તેઓનાં સમર્થકોમાં ખુશીનું મોજું છવાય ગયુ હતુ. અને ફટાકડા ફોડીને આ ક્ષણની ઉજવણી કરી હતી, અને ચૂંટણી પ્રચારમાં જોતરાય ગયા હતા.

Next Story