Connect Gujarat
ગુજરાત

ભાવનગર : હવે એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે પોષણ અભિયાનનો કરાયો પ્રારંભ

ભાવનગર : હવે એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે પોષણ અભિયાનનો કરાયો પ્રારંભ
X

ગુજરાતના તમામ બાળકો તથા માતાઓ તંદુરસ્ત બને તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા. ૨૩/૦૧/૨૦૨૦ના રોજ દાહોદ ખાતેથી આહવાન કરેલ જે અંતર્ગત સરકારના તમામ વિભાગો, સ્વૈછિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, તથા જન ભાગીદારીના સહિયારા પ્રયાસથી સુપોષિત ગુજરાતનું સ્વપ્ન સાકાર થાય તે માટે ગુજરાત પોષણ અભિયાન-૨૦૨૦થી ૨૦૨૨ની વ્યુહરચના ધડવામાં આવી છે.

ભાવનગર કલેક્ટર ગૌરાંગ મકવાણાએ

જણાવ્યુ હતુ કે, જિલ્લામાં તમામ બાળકો પોષણયુક્ત બને તેમજ એક પણ બાળક કુપોષિત કે અતિ

કુપોષિત ન રહે તે માટે આગામી બે વર્ષમાં સતત પ્રયત્નો કરી કુપોષણ દૂર કરવા કામગીરી

હાથ ધરવામાં આવશે. જિલ્લામાં હાલ શહેરી વિસ્તારમાં ૧૦૭૩ તેમજ ગ્રામીણ વિસ્તારમાં

૨૬૯૫ કુપોષિત બાળકો છે. જે તમામ બાળકોને પોષણ વાલીઓ તરફથી દત્તક લેવામાં આવશે. આ

પોષણ વાલીઓ સરકાર તરફથી અપાતો પોષણ આહાર તેમજ પોષણ અંગેની અન્ય કાળજી લેશે અને

જરૂરી માર્ગદર્શન પુરૂ પાડશે. હાલ ગ્રામિણ કક્ષાએ ૧૧૦૮ તેમજ શહેરી વિસ્તારમા ૩૦૦

પોષણ વાલીઓએ કુપોષિત બાળકો દત્તક લેવાની તૈયારી દર્શાવી છે. વધુમાં વધુ લોકોઆ

અભિયાનમાં જોડાય તેવી કલેકટર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

Next Story