Connect Gujarat
Featured

ભુજ : સ્વામિનારાયણ મંદિર દ્વારા 500 અન્ન કીટ વિતરણ કરવામાં આવશે.

ભુજ : સ્વામિનારાયણ મંદિર દ્વારા 500 અન્ન કીટ વિતરણ કરવામાં આવશે.
X

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા 500 રાશનકીટ તૈયાર કરવામાં આવી છે જે કચ્છના વહીવટીતંત્રને સોંપાઈ હતી. તંત્ર દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિને આ કીટ આપવામાં આવશે મંદિર દ્વારા 51 લાખનું અનુદાન પણ અપાયું હતું

કોરોના વાયરસની મહામારીને લઈને

કચ્છમાં લોકડાઉનની સ્થિતિ લાગુ કરી દેવાઈ છે. ત્યારે ગરીબ,શ્રમિક અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને

મદદરૂપ થવા માટે સેવાભાવીઓ અને સંસ્થાઓ આગળ આવી છે. પોલીસ અને વહીવટીતંત્ર પણ રાશનકીટ બનાવી વિતરણ કરે છે. ત્યારે ભુજ મંદિર પણ આ કાર્યમાં જોડાયું છે ભુજ સ્વામિનારાયણ

મંદિર દ્વારા કચ્છમાં વસતા જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવા 500 રાશનકીટ બનાવાઈ છે જેમાં ઘઉંનો લોટ,ચોખા,

મસાલા,દાળ,તેલ સહિતની ઇત્યાદિ વસ્તુઓ સમાવાઈ છે. ભુજ મંદિરના મહંત સદગુરુ સ્વામી ધમઁનંદનદાસજીની પ્રેરણા થી પાંચસો

અન્ન કીટ બનાવવામા આવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અપીલને ધ્યાને રાખી ભુજ

મંદિરે તાત્કાલિક 51

લાખ રૂપિયાનો ચેક રાહતફંડમાં આપ્યો

હતો. દરમિયાન અન્નકિટ બાબતે મંદિરને ટહેલ

નખાતા ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા 500 રાશનકીટ બનાવાઈ છે જે કચ્છના અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા,ભુજ પ્રાંત મનીષ ગુરવાણીને સોંપાઈ હતી તંત્ર દ્વારા જરૂરિયાતવાળા

વિસ્તારોમાં અન્ન કીટ વિતરણ કરવામાં આવશે.

Next Story