Connect Gujarat
સમાચાર

મેક્સીકન વેજીટેબલ

મેક્સીકન વેજીટેબલ
X

સામગ્રી :-

# 500 ગ્રામ નાના બટાકા

# 350 ગ્રામ ગાજર

# 250 ગ્રામ વટાણા

# 100 ગ્રામ મેકરોની

# 100 ગ્રામ ફણસી

# 100 ગ્રામ ક્રીમ

# 2 ચમચી કેચપ

# 1 વાટકી ચીઝનું છીણ

# 4 મરચા

# તેલ

# કોપરાની છીણ

# ખાંડ, મીઠું

બનાવવાની રીત :-

# મેકરોનીમાં મીઠું અને પાણી નાખી, મેકરોનીના ટુકડા કરો

# તેમાં એક ચમચો તેલ નાખી બાફી લો, બફાયા પછી ઠંડુ પાણી નાખી રાખો

# બટાટા બાફીને છોલો,વટાણા ફોલી લો, તથા ફણસી લાંબી પટ્ટીની જેમ સમારો તથા ગાજરને છોલી છીણ કરો

# એક વાસણમાં તેલ મૂકી બટાટા વઘારી, પ્રમાણસર મીઠું અને ખાંડ નાખો

# ફણસી તથા વટાણાને અધકચરા બાફી લો

# બાદ તેમાં વટાણા, ફણસી મીઠું ખાંડ, કેચપ તથા ક્રીમ નાખી થોડીવાર ધીમા તાપે ચડવા દો

# થોડીવાર બાદ નીચે ઉતારી ઓવનનીની ટ્રેમાં ઘી લગાવી બટાટા ગોઠવી, સાથે બધું મિક્સ કરેલું શાક ગોઠવી દો

# આજુબાજુ બાફેલી મેકરોની ગોઠવી, ઉપર કોપરાનું છીણ, ગાજરનું છીણ તથા મરચાના ટુકડા પાથરી દો,

# તેની ઉપર કાંદા અને કેપ્સીકમની રિંગ મૂકીને ચીઝનો થર કરો,

# ઓવનમાં 200ફે. પર 20 મિનિટ બેક કરો

Next Story