Connect Gujarat
ગુજરાત

“યોગ ફોર હાર્ટ કેર”ની થીમ ઉપર વિશ્વ યોગ દિવસની રાજપીપળા ખાતે કરાઇ ઉજવણી

“યોગ ફોર હાર્ટ કેર”ની થીમ ઉપર વિશ્વ યોગ દિવસની રાજપીપળા ખાતે કરાઇ ઉજવણી
X

આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે આજના વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના રાજપીપલા મુખ્ય મથકે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ધાબાગ્રાઉન્ડ ખાતે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના અધ્યક્ષ મધુભાઇ શ્રીવાસ્તવે જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર સહિત બહોળી સંખ્યામાં શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ, યોગ પ્રેમી નગરજનો વગેરેની વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂક્યો હતો.આજે રાજપીપલા નગરપાલિકા કક્ષાના – ૨ યોગ કેન્દ્ર ઉપરાંત પ્રત્યેક તાલુકાકક્ષાએ પણ તાલુકાકક્ષાના બબ્બે યોગ કેન્દ્રો સહિત જિલ્લાભરમાં નિયત અંદાજે-૧૧૪૫ જેટલા યોગકેન્દ્રો ખાતે આજે યોગના કાર્યક્રમો યોજાયાં હતાં

કાર્યક્રમની શરૂઆતમાં ઝારખંડની રાજધાની રાંચી ખાતેથી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં આજના પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યોજાયેલા યોગના કાર્યક્રમનનું જીવંત પ્રસારણ કરાયું હતું, જેને ઉપસ્થિત જનમેદનીએ નિહાળ્યા બાદ યોગ સીડીના નિદર્શન મુજબ યોગમાં ભાગ લેનાર તમામ સાધકોએ પ્રાર્થના સૂક્ષ્મ ક્રિયા, વિવિધ આસનો, કપાલભાતી, પ્રાણાયમ, ધ્યાન, સંકલ્પ અને શાંતિપાઠ કર્યા હતાં. આ પ્રસંગે વિવિધ સામાજિક-ધાર્મિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ, નગરજનો વગેરેએ મોટી સંખ્યામાં જિલ્લાકક્ષાની આ ઉજવણીમાં જોડાઇને યોગસાધના કરી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="99800,99801,99802,99803,99804,99805,99806,99808"]

“યોગ ફોર હાર્ટ કેર”ની થીમ ઉપર આજે વિશ્વ યોગ દિવસની થયેલી ઉજવણી પ્રસંગે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના અધ્યક્ષશ્રી મધુભાઇ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આજે સમગ્ર ભારત દેશ ઉપરાંત વિશ્વના દેશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યાં છે, ત્યારે મનુષ્યના જીવનમાં યોગનું મહત્વ સમજીને રોગ મુક્તિની સાથોસાથ નત અને મનની તંદુરસ્તી માટે દરરોજ નિયમિત રીતે યોગ કરવાની તેમણે ખાસ હિમાયત કરી હતી. રાજપીપલામાં જિલ્લાકક્ષાની આ ઉજવણીમાં ભાગ લેવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી નર્મદા જિલ્લા પ્રશાસન અને યોગસાધનમાં ભાગ લેનાર તમામ યોગસાધકો અને સંસ્થાઓને તેઓશ્રીએ અભિનંદન આપ્યાં હતાં.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિ આધારિત ખૂબ જ પ્રાચીન એવી યોગ ક્રિય આપણાં મન અને શરીરને શુધ્ધ – સાત્વિક અને કાર્યશીલ રાખવાનું કામ કરે છે. યોગની મૂળ ક્રિયા મારફત ફરીથી લોકોમાં નવજીવન પ્રસ્થાપિત થાય છે તેમજ યોગ દ્વારા સૃષ્ટિ અને પરમાત્મા સાથેની સાર્થકતાનો અનુભવ થાય છે. દિવસના ૨૪ કલાકમાં દરેક વ્યક્તિએ પોતાના આરોગ્ય અને સુખાકારી માટે ઓછામાં ઓછા ૧૦ મિનિટ શારીરિક ક્રિયા અને ૧૪ મિનિટ પ્રાણક્રિયા માટે એમ ૨૪ મિનિટ ફાળવવી જોઇએ તેમ યોગાચાર્ય શ્રી ગૌરીશંકર દવેએ જણાવ્યું હતું.

નર્મદા જિલ્લામાં આજે થયેલી વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે જિલ્લાકક્ષા ઉપરાંત તમામ તાલુકાકક્ષાએ તેમજ તમામ ગ્રામ પંચાયતો તેમજ જિલ્લાની તમામ પ્રાથમિક / માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળા / મહાશાળાઓ વગેરે જેવા અંદાજે - ૧૧૪૫ જેટલા યોગ કેન્દ્રોમાં થયેલી આ ઉજવણીમાં અંદાજે ૧.૯૮ લાખથી પણ વધુ લોકોએ ભાગ લઇને આ ઉજવણીને સાર્થક કરી છે.

આ પ્રસંગે નિવાસી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી ગીતાંજલી દેવમણી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. નિપાબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. નિનામા, નાયબ માહિતી નિયામક વાય.આર.ગાદીવાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી બી.એ. હાથલીયા, સીનીયર કોચ વિષ્ણુભાઇ વસાવા,પ્રાંત યુવા વિકાસ અધિકારી દિલીપભાઇ દેસાઇ અને ભરતભાઇ પરમાર, જુનીયર કોચ રાજેન્દ્રભાઇ ઠાકોર તેમજ ગૌરીશંકર દવે, માણેકલાલ શાહ ઉપરાંત શ્રીમતી ભારતીબેન તડવી અને કિરણભાઇ વસાવા સહિતના અન્ય પદાધિકારીઓ – અધિકારીઓ, પોલીસ-હોમગાર્ડઝ જવાનો, વિવિધ સામાજિક – ધાર્મિક – સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Next Story