Connect Gujarat
ગુજરાત

રાજકોટ મેરેથોન દોડને ફ્લેગ ઓફ આપતા સીએમ રૂપાણી

રાજકોટ મેરેથોન દોડને ફ્લેગ ઓફ આપતા સીએમ રૂપાણી
X

રાજકોટમાં મેરેથોન દોડનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફ્લેગ ઓફ આપીને કરાવ્યો હતો. જેમાં 63000થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

RAJKOT MERETHON DOD C.M. 05-02-2017 (25)

રાજકોટવાસીઓની અંદર મેરેથોન દોડને લઈ ખાસુ એવુ આકર્ષણ જોવા મળ્યુ હતુ. દોડવીરો એ ક્લિન રાજકોટ ગ્રીન રાજકોટ માટે દોડ લગાવી હતી. 42 કિલોમોટર ની મેરેથોન દોડમાં સીએમ રૂપાણી સાથે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ચેતેશ્વર પુંજારા સહિત રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

RAJKOT MERETHON DOD C.M. 05-02-2017 (23)

જાણવા મળ્યા મુજબ હોંગકોંગ બાદ રાજકોટમાં સૌથી વધુ રજીસ્ટ્રેશન મેરેથોન દોડ માટે થયા હતા, મહિલાઓ 23828, દિવ્યાંગો 1100 સહિત કેન્યા ઇથિયોપિયા થી 51 પ્રોફેશનલ દોડવીરોએ પણ ભાગ લીધો હતો. દોડના સ્પર્ધકોને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટી ફિકેશન ચીપ પણ લગાડવામાં આવી હતી.

RAJKOT MERETHON DOD C.M. 05-02-2017 (10)

આ પ્રસંગે સીએમ રૂપાણીએ આટલી મોટી સંખ્યામાં મેરેથોન દોડમાં ભાગ લેનાર સ્પર્ધકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને ક્લિન રાજકોટ ગ્રીન રાજકોટનના સૂત્ર થકી લોક જાગૃતતા થકી રંગીલુ રાજકોટ સ્વચ્છ અને સુંદર રહે તેવી શુભકામના પણ તેઓએ પાઠવી હતી.

RAJKOT MERETHON DOD C.M. 05-02-2017 (9)

Next Story