Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં વર્ષ 2013-14 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ કલેકટરોશ્રીઓનું પુરસ્કાર આપીને સન્માનિત કરાશે

રાજ્યમાં વર્ષ 2013-14 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ કલેકટરોશ્રીઓનું પુરસ્કાર આપીને સન્માનિત કરાશે
X

ગુજરાત રાજ્યમાં વર્ષ 2013-14 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજ્ય સરકાર દ્વારા કલેકટર અને જે તે સમયના જિલ્લા વિકાસ અધિકારીઓને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે જયારે વલસાડમાં કલેકટર તરીકેની જવાબદારી સંભાળતા હતા, ત્યારે અતિવૃિષ્ટ વખતે અને લોકસભાની ચૂંટણી વખતે તેમણે કરેલી કામગીરીની ભારે સરાહના કરવામાં હતી. ચૂંટણી વખતે મતદાન જાગૃતિ અભિયાનના એક ભાગરૂપે 11 લાખ પોસ્ટકાર્ડ લખવાની કામગીરી તેમણે કરી હતી. આ ઉપરાંત સરકારની યોજનાના લાભ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળી રહે તે માટે વિકલાંગ અને વિધવા સહાયના લાભ 33 હજાર લોકોને વલસાડ જિલ્લામાં આપવામાં આવ્યા હતા,અને તે માટે તેમણે 2.58 લાખ પરિવારનો ડોર ટુ ડોર સર્વે કરાવ્યો હતો.

unnamed (11)

જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે 11 લાખ પોસ્ટકાર્ડ લખવાની ડો.વિક્રાંત પાંડેની કામગીરીની નાેંધ ગિનીસ બૂક આેફ વર્લ્ડ રેકોર્ડ અને લિમકા બૂકમાં લેવામાં આવી હતી. આવી જ રીતે આધારકાર્ડની કામગીરીમાં પણ સમગ્ર રાજ્યમાં વલસાડ જિલ્લાને ટોચ પર રાખવાનો શ્રેય વિક્રાંત પાંડેને ફાળે ગયો છે.

રાજકોટના કલેકટર તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ વિશ્વ યોગ દિન નિમિત્તે 1587 સગર્ભા મહિલાઆેને યોગ કરાવી વિક્રાંત પાંડેએ નવો રેકર્ડ સ્થાપિત કર્યો હતો. આ ઉપરાંત ખેડૂતો માટે પ્રાેજેકટ તૈયાર કરીને તેનું વડાપ્રધાન સમક્ષ પ્રેઝન્ટેશન પણ કર્યુ હતુ. કલેકટર ડો.વિક્રાંત પાંડેની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 51000 નો પુરસ્કાર આપીને તેમનું સન્માન કરવામાં આવશે.

unnamed (12)

આ ઉપરાંત રાજ્યના વર્ષ 2013-14માં જુનાગઢમાં ફરજ બજાવતા અને હાલમાં મહેસાણા જિલ્લા કલેકટર આલોકકુમાર પાંડેય, હાલમાં બનાસકાંઠા પાલનપુરના જિલ્લા કલેકટર જેનુ દેવન, સાબરકાંઠા હિંમતનગરના કલેકટર પી.સ્વરૂપ ઉપરાંત વર્ષ 2013-14માં જિલ્લા વિકાસ અધિકરી તરીકે ફરજ બજાવતા અને હાલમાં કમિશનર આદિજાતિ વિકાસ ગાંધીનગર રવિશંકર, સુરતના નાયબ મ્યુન્સિપલ કમિશનર નાગરાજન એમ તથા ભરૂચ જિલ્લા કલેકટર સંદિપ સાંગલેનું પણ તારીખ 24મી ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂપિયા 51000નો રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.

Next Story