Connect Gujarat
ગુજરાત

વડોદરામાં યોજાઇ રહેલ ૯મી ચિંતન શિબિરનું કાલે સમાપન

વડોદરામાં યોજાઇ રહેલ ૯મી ચિંતન શિબિરનું કાલે સમાપન
X

શ્રેષ્ઠ કલેકટર અને શ્રેષ્ડ જિલ્લા વિકાસ અધિકારીઓને એવોર્ડથી સન્માનિત કરાશે

વડોદરા જી.એસ.એફ.સી પરિસરમાં યોજાઈ રહેલી ત્રિદિવસીય ૯મી વાર્ષિક ચિંતન શિબિરના ત્રીજા દિવસનો પ્રારંભ શનિવારે સવારે ૬.૩૦ કલાકે યોગાભ્યાસથી થશે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="51126,51127,51128,51129,51130,51131,51132,51133,51134,51135,51136,51137,51138,51139,51140,51141,51142,51143,51144,51145,51146,51147,51148,51149"]

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત સૌ શિબિરાર્થીઓ તેમાં જોડાશે. વડોદરામાં યોજાયેલ ત્રિદિવસીય ચિંતન શિબિરનું આજે સમાપન થશે. આ શિબિરના ત્રીજા દિવસે જે ચર્ચા સત્રો યોજાવાનાં છે તેમાં પ્રથમ ચરણમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા વિષયક અંતર્ગત ચર્ચાસત્ર યોજાશે.

ત્રીજા દિવસે જે અન્ય ચર્ચા સત્રો યોજાશે તેમાં મુખ્ય સચિવ ર્ડા.જે.એન.સિંઘ અધ્યક્ષસ્થાને મેઇકીંગ ગર્વનન્સ સિસ્ટમ રીસ્પોન્સીવ સેન્સેટીવ એન્ડ વિજીલન્ટ વિષયક ચર્ચાસત્ર યોજાશે.આવતીકાલે ત્રીજા દિવસે બપોર બાદ સમાપન સમારોહમાં રાજયના શ્રેષ્ઠ કલેકટર અને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીઓને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે એવોર્ડ વિતરણ કરવામાં આવશે.

Next Story