Connect Gujarat
Featured

વડોદરા : કોરોનાથી મુક્ત થયેલા નિખિલ પટેલને જિલ્લા કલેકટરએ પાઠવી શુભકામનાઓ

વડોદરા : કોરોનાથી મુક્ત થયેલા નિખિલ પટેલને જિલ્લા કલેકટરએ પાઠવી શુભકામનાઓ
X

ગોત્રી હોસ્પિટલના સ્ટાફે આપી ભાવસભર વિદાય

સરકારી

દવાખાનામાં નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે આપવામાં આવેલી કાળજીપૂર્વકની સઘન સારવારના

પગલે કોરોના થી સંપૂર્ણપણે મુક્ત થયેલા નિખિલ પટેલને આજે જી.એમ ઇ.આર.એસ.ના તબીબો

અને નર્સિંગ સ્ટાફે ભાવસભર વિદાય આપી હતી. સહુ એ એમને તાળી નાદ થી વધાવી લઈને એમનો

ઉત્સાહ વધાર્યો હતો.

જિલ્લા કલેકટર

શાલિની અગ્રવાલે 55 વર્ષની ઉંમરના અને રોગ મુક્ત થયેલા નિખિલ પટેલ સાથે વિદાય

પૂર્વે વિડિયો કોલ થી વાત કરી હતી અને તેઓ સાજા થયા એ માટે આનંદની લાગણી વ્યક્ત

કરતા એમને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી હતી.આનંદિત જણાતા નિખિલ પટેલે કલેકટર

સાથેના સંવાદમાં ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તબીબો અને નર્સિંગ સ્ટાફે ખૂબ

મોટું કામ કર્યું છે.તેઓ ઘણાં સમર્પિત અને નિષ્ઠાવાન છે.મારું અહીંનું રોકાણ

સુવિધાજનક રહ્યું છે.હું હૃદયપૂર્વક સહુનો આભાર માનું છું.

જિલ્લા કલેકટરે જણાવ્યું કે નિખિલ પટેલ કોરોનાની સાથે કિડનીની બીમારીથી પીડિત હતા. અને રાજ્ય સરકારે તેને અનુલક્ષીને દવાખાનામાં ડાયાલિસિસની વ્યવસ્થા કરી હતી.આ રોગમાંથી મુક્ત થનારા તેઓ વડોદરાના 6 ઠા દર્દી છે.12 પોઝિટિવમાં થી 6 દર્દી રોગમુક્ત થયા એ આનંદની વાત છે .

નિખિલ પટેલ 26મી માર્ચે શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ થયા હતા અને ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમને સઘન સારવાર હેઠળ મૂકવામાં આવ્યા હતા.આજે તેમને રોગમુક્તિના પ્રમાણપત્ર સાથે રજા આપવામાં આવી હતી.

Next Story