Connect Gujarat
ગુજરાત

વાલિયાનાં ભીલોડ ગામ પાસે બાઈકની અડફેટે રાહદારીનું મોત

વાલિયાનાં ભીલોડ ગામ પાસે બાઈકની અડફેટે રાહદારીનું મોત
X

વાલીયા તાલુકાનાં ભીલોડ ગામે રહેતા 80 વર્ષીય મોતી ગોમાન વસાવા ગઈ કાલે રવિવારની સાંજે ગામના પાટીયા પાસે રસ્તાની બાજુમાં ઊભા હતા. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા બાઈક નંબર જીજે - 19, ક્યુ- 3152નાં ચાલકે મોતી વસાવાને ટક્કર મારી હતી. જેમાં વૃધ્ધને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક ઉપર જઈ રહેલા બે શખ્સોને પણ ઈજા પહોંરતાં સારવાર માટે વાલિયા ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે વાલીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાધ ધરી હતી.

Next Story