Connect Gujarat
ગુજરાત

વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સંસ્થાઓને જોડાવા ભરૂચ જિલ્લા કલેક્ટરનો અનુરોધ

વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સંસ્થાઓને જોડાવા ભરૂચ જિલ્લા કલેક્ટરનો અનુરોધ
X

વિશ્વ યોગ દિવસ ઉજવણીના સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ મળેલી બેઠક

આગામી ૨૧મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજન માટે ભરૂચ કલેક્ટર રવિકુમાર અરોરાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે નાગરિકોને સપરિવાર યોગશિબિરમાં જોડાવા, સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ-પદાધિકારીઓ તેમજ જિલ્લાની સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ, હોસ્પિટલો, મેડીકલ એસોસીએશન, લાયન્સ કલબ, રોટરી કલબ, જિલ્લાના ઔદ્યોગિક ગૃહો, જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓને સામેલ થવા જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ અનુરોધ કર્યો છે.

કલેકટરે જણાવ્યુ હતું કે, વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે તાલીમબધ્ધ યોગ નિષ્ણાતો વિવિધ સ્થળોએ નાગરિકોને નિર્ધારીત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવશે. ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાએ ૫ કેન્દ્રો તથા જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતરમાધ્યમિક શાળાઓ, કોલેજા, આઇ.ટી.આઇ., ટેકનિકલ કોલેજા, નગરપાલિકાકક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, દરેક ગ્રામ પંચાયત તેમજ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ ખાતેના કેન્દ્રો ઉપર યોગ શિબિર યોજાશે.

વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીનો કાર્યક્રમ નર્મદા ટાઉનશીપ, જીએનએફસી – ભરૂચ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સફળ અને અસરકારક ઉજવણી માટે ભારત સરકારના આરોગ્ય ખાતાના આયુષ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ રૂપરેખા મુજબ ૪૫ મિનિટની યોગ ક્રિયાઓના પ્રશિક્ષિત યોગશાસ્ત્રીઓના માર્ગદર્શન હેઠળ લોકોને સમુહમાં યોગાભ્યાસ કરાવવામાં આવશે.

Next Story