Connect Gujarat
સમાચાર

શરીરનાં દુ:ખાવા દુર કરવા માટે ઉપયોગી મેથીના લાડવા, જાણો મેથીના લાડવા બનાવવાની રીત

શરીરનાં દુ:ખાવા દુર કરવા માટે ઉપયોગી મેથીના લાડવા, જાણો મેથીના લાડવા બનાવવાની રીત
X

આજે અમે તમારા માટે મેથીના લાડવા બનાવવાની રીત લઈને આવ્યા છીએ. કારણ કે મેથી આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. જો આપણા શરીરમાં કોઈપણ જાતનો દુ:ખાવો હોય તો એમાં મેથી ખુબ મદદરૂપ બને છે. એટલે આપણ માટે મેથીનું સેવન કરવું સારું રહે છે.

જરૂરી સામગ્રી :100 ગ્રામ મેથીનો લોટ,250 ગ્રામ ગોળ,100 ગ્રામ ઘઉંનો કકરો લોટ, 300 ગ્રામ ચોખ્ખું ઘી, 1/2 મોટી ચમચી સફેદ મૂસળી, 50 ગ્રામ બાવળીયા ગુંદર પાઉડર (મિક્ષર વડે કરી લેવું), 20 ગ્રામ સુંઠ પાઉડર, 1/2 મોટી ચમચી ખસખસ,1 મોટી ચમચી સૂકી દ્રાક્ષ, 50 ગ્રામ સૂકું કોપરું (છીણેલું), 50 ગ્રામ કાજુ અને બદામ (નાના ટુકડા કરી લેવા), 150 ગ્રામ સાકર પાઉડર, 10 ગ્રામ ગંઠોડા પાઉડર.

બનાવવાની રીત : મેથીના લાડવા બનાવવા માટે ઉપર જણાવેલી બધી સામગ્રી એક સાથે લઇ લેવાની છે. ત્યારબાદ એક કઢાઈમાં 100 ગ્રામ જેટલું ધી ગરમ કરવા મુકો દો. જયારે ધી ગરમ થાય એટલે એમાં ઘઉંનો લોટ સેકી લેવાનો છે. લોટને મીડીયમ તાપે જ સેકવાનો છે. અને ગોલ્ડન બ્રાઉન કલરનો લોટ થઇ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનો અને તેને સેકવાનો છે. તમને લોટને સેકાતા લગભગ 7 થી 8 મિનિટ થશે.

જયારે લોટ સેકાવામાં આવે ત્યારે તેમાં ગુંદર નાખી દેવાનો છે, અને જ્યાં સુધી તે મિક્ષ નહિ થઇ જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનો છે. ત્યારબાદ ગેસને ધીમો કરી દેવાનો છે. પછી તેમાં સુકુ કોપરું અને દ્રાક્ષ નાખી દેવાની છે અને તેને મિક્ષ કરતા રહેવાનું છે. તેને 2 મિનિટ સુધી સેકતા રહેવાનું છે. ત્યારબાદ ગેસ બંધ કરી તેને 5 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે. એ થઈ ગયા પછી એક કઢાઈમાં બાકીનું ધી ગરમ કરી નાખો, અને જયારે ધી ગરમ થઇ જાય એટલે તેમાં ગોળ નાખી દેવાનો છે. આ સમયે ગેસ ધીમે રાખવાનો છે, અને ગોળને ઓગાળી લેવાનો છે. અને ગોળ નાખતા પહેલા ગોળના નાના ટુકડા કરી નાખવા, જેથી ગોળ ઝડપથી ઓગળી જાય. જયારે ગોળ ઓગળી જાય ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે.

જે આપણે પહેલા ઘઉંનું મિક્ષચર બનાવેલું છે તેમાં ગોળ નાખી દેવાનો છે, અને તેને સારી રીતે મિક્ષ કરી નાખવાનું છે. થોડું ઠંડુ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું. 4 થી 5 મિનિટ બાદ તેમાં કાજુ અને બદામ નાખી દેવું, અને તેને મિક્ષ કરી નાખો. હવે એમાં મુસલીનો પાઉડર, ખસખસ, ગંઠોડા પાઉડર અને સુંઠ પાઉડર બધાને નાખી મિક્ષ કરી નાખો. અને છેલ્લે મેથીનો લોટ નાખવાનો. અને તેને સારી રીતે મિક્ષ કરવાનો છે. તે મિક્ષ થઇ ગયા પછી તેમાં સાકર પાઉડર નાખવાનો છે. અને તેને પણ સારી મિક્ષ કરી લો. (જો તમે સાકરનો ઉપયોગ ના કરવા માંગતા હોય તો ગોળ પણ લઇ શકો છો 100-150 ગ્રામ).આ થોડું ગરમ હોય ત્યારે જ તેના લાડુ બનાવવાના છે. તો હવે હાથ વડે એના લાડુ બનાવી લો. જો નહિ બને તો થોડું ધી ગરમ કરી તેનામાં સારી રીતે મિક્ષ કર્યા પછી લાડુ બનાવો.

હવે આપણા મેથીના લાડુ તૈયાર છે, અને તેને 1 મહિના સુધી ઉપયોગ કરી શકો છો, અને તેના દ્વારા જે શરીરમાં જે દુઃખાવા થાય છે તે પણ દૂર થાય છે.

Next Story