Connect Gujarat
Featured

શહેરા : ઉમરપુર ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે ૨૮ વર્ષીય બાઈકચાલકનું મોત

શહેરા : ઉમરપુર ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે ૨૮ વર્ષીય બાઈકચાલકનું મોત
X

શહેરાના ઉમરપુર ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે ૨૮ વર્ષીય બાઈકચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈકની પાછળ બેઠેલ યુવકને ગંભીર ઈજા થતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને અજાણ્યા વાહન ચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

શહેરા નગરમાં લખારા સોસાયટીની

સામે રહેતા મિતેષ દરજી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતાં. રાબેતા

ક્રમ મુજબ મંગળવારના રોજ તેઓ પોતાના ફરજના સ્થળે ગયા હતા. પરત ફરતા ગોધરાથી તેઓના મિત્ર દક્ષ દરજીને બેસાડી શહેરા

આવતા હતા.

ત્યારે ખાંડીયા ગામે આવેલી દાણ ફેક્ટરીથી આગળ પુલ પર કોઈ અજાણ્યા વાહને જોરદાર

ટક્કર મારતા ૨૮ વર્ષીય મિતેશને માથાના કપાળના

ભાગે ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ તેઓનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા દક્ષ દરજીને પણ શરીરે ગંભીર ઈજાઓ

થઈ હતી. 108 એમ્બુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. દક્ષને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા

ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો.

Next Story