Connect Gujarat
ગુજરાત

શ્રી રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા નિઃશુલ્ક લીંમડાના રસનું વિતરણ કરાયું.

શ્રી રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા નિઃશુલ્ક લીંમડાના રસનું વિતરણ કરાયું.
X

index

ચૈત્ર મહિનામાં લીંમડાના રસનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે, તેથી ખાસ ચૈત્ર નવરાત્રીના નવ દિવસ અંકલેશ્વર જીઆઈડીસી જોગર્સ પાર્ક ખાતે શ્રી રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા નિ:શુલ્ક લીંમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું છે. જોગર્સ પાર્કમાં વહેલી સવારે જોગીંગ તેમજ કસરત કરવા માટે આવતા લોકોએ લીંમડાના રસનું સેવન કર્યું હતું.

1

આ રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા છેલ્લા બે વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ થકી લોકોને સ્વાસ્થ્ય વર્ધક લીંમડાના રસનું પાન કરાવવામાં આવી રહ્યું છે જેનો આ ચૈત્ર નવરાત્રીમાં પણ મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.

Next Story