Connect Gujarat
ગુજરાત

સાંસદ અહેમદ પટેલે જિલ્લાવાસીઓને દિવાળી અને નૂતન વર્ષની પાઠવી શૂભેચ્છા

સાંસદ અહેમદ પટેલે જિલ્લાવાસીઓને દિવાળી અને નૂતન વર્ષની પાઠવી શૂભેચ્છા
X

દિવાળી-ભાઈબીજ અને નૂતન વર્ષનાં ત્રિવેણી સંગમ નિમિત્તે ભરૂચનાં રાજ્યસભાનાં સાંસદ અહેમદ પટેલે જિલ્લાવાસીઓને શૂભેચ્છા પાઠવી છે.

સાંસદ અહેમદ પટેલે પાઠવેલા સંદેશામાં જણાવ્યું છે કે, દીપાવલીનું પર્વ જેમ અમાસનાં અંધકારને પ્રજ્વલિત કરે છે. એજ રીતે જનતાનાં જીવનમાં ઘર કરી ગયેલી સમસ્યાઓ અને અજ્ઞાનનાં અંધકારને દૂર કરી નવો ઉજાસ પ્રગટાવે એવી શુભેચ્છા પાઠવું છું. સાથે જ નુતન વર્ષનું પ્રભાત તમામનાં જીવનમાં નવી ચેતનવંતી શરૂઆત સમુ બની રહે અને આવનારૂં વર્ષ તમામ ભારતીયો માટે આર્થિક, સામાજિક, માનસિક, શારિરીક તેમજ આધ્યાત્મિક રીતે સુખાકારી અને પ્રગતિમય બની રહે તેવી પણ શુભકામનાઓ પાઠવી છે. અને તેમણે વધુમાં જણાવ્યું છે કે, દીપાવલી, નુતનવર્ષ અને ભાઈબીજનાં આ મહાપર્વે દેશમાં ખુશહાલી અને સમૃધ્ધિ લાવે તેમજ દેશવાસીઓમાં રાષ્ટ્રને સમર્પિત થઈ નવી ઊંચાઈએ લઈ જવાની ભાવના પ્રગટાવે તેવી પ્રાર્થના કરું છું.

Next Story