સુમુલ ડેરીના ચૂંટણી પરિણામ થયા જાહેર, માનસિંહ પટેલ બન્યા પ્રમુખ
BY Connect Gujarat24 Nov 2020 10:02 AM GMT
X
Connect Gujarat24 Nov 2020 10:02 AM GMT
દક્ષિણ ગુજરાતમાં આવેલી સુમુલ ડેરીની યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં પ્રમુખ તરીકે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠક ચૂંટાઈ આવ્યા છે.
માનસિંહ પટેલને 15 મત મળ્યા હતા. જ્યારે પ્રતિસ્પર્ધી સુદામ પટેલે માત્ર બે મતથી સંતોષ માનવો પડ્યો હતો.તો ઉપપ્રમુખ રાજુ પાઠકને 14 મત મળ્યા જ્યારે તેમના હરીફ સુનિલ ગામિતને માત્ર 3 મત મળ્યા હતા. સુમુલ ડેરી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી છે. હજારો પશુપાલકો આ ડેરી સાથે જોડાયેલા છે. ડેરીમાં રોજ લાખો લીટર દૂધની આવક થાય છે.
Next Story