Connect Gujarat
Featured

ગાંધીનગર: ધોરણ 12 સાયન્સની પરીક્ષાના ફોર્મ આજથી ભરી શકાશે,વાંચો શું છે પ્રક્રિયા

ગાંધીનગર: ધોરણ 12 સાયન્સની પરીક્ષાના ફોર્મ આજથી ભરી શકાશે,વાંચો શું છે પ્રક્રિયા
X

રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષા માટે આજથી ધોરણ 12 સાયન્સના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. આજથી એક મહિના સુધી ઓનલાઈન ફોર્મ ફરી શકાશે. તેમાં પણ રિપિટરે પણ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવું પડશે.

GSEBએ જણાવ્યું છે કે રેગ્યુલર ફી સાથે 21 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી રાતના 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઈટ પર આવેદનપત્ર ભરી શકાશે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત અને રિપિટર વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવા પડશે. આ માટેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઈટ gseb.org પર મૂકવામાં આવી છે.

અત્રે મહત્વપૂર્ણ છે કે કોરોના મહામારી વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગાડી પાટા પર લાવવા પ્રયત્નો થઈ રહ્યા છે.ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરાયા બાદ ધોરણ 3 થી 12ની વોટ્સએપ બેઝ્ડ કસોટી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story