/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/IMG-20180903-WA0072-1.jpg)
એક્ટિવા સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં અન્ય 16 મોટર સાયકલ રિકરવ કરાઈ
વડોદરા જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે વડોદરા રેન્જ આઈ.જી. તથા જિલ્લા પોલીસ વડા દ્વારા દરેક પોલિસ અધિકારીઓને ચોરીના વધતા જતા ગુના અટકાવવા આપેલી સૂચના અનુસાર વરણામા પોલીસ દ્વારા પોતાના પોલીસ મથકના હદ વિસ્તારમાં અવાર નવાર અલગ અલગ જગ્યાએ સરપ્રાઈઝ વાહન હાથ ધરવામાં આવ્યું હતું.
દરમિયાન સોમવારના રોજ વરણામા પોલીસ મથકના પો સ ઇ એચ.પી.પરમાર તથા વરણામા પોલીસ મથક સ્ટાફના માણસોની સાથે સલાડ ગામની ચોકડી પાસે વાહન ચેકીંગમાં હતા. તેવામાં એક ઈસમ હોન્ડા એક્ટિવા સફેદ કલરની લઇને આવતો હતો. જે પોલીસને જોઈને સુંદરપુરા ગામ તરફ જવાના રોડ ઉપર ભાગવા જતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી તેને પકડી પાડ્યો હતો. તેનું નામ પૂછતા મુકેશ ઉર્ફે ગલા બાબુભાઈ પરમાર રહે.રાગવપુરાનો હોવાનું જણાવ્યું હતું.
તેની પાસેથી મળી આવેલી હોન્ડા એક્ટિવા નંબર GJ - 06 - HP 6114 તેના માલિકનું નામ પોલીસે તપાસ કરતા દીપક રણછોડભાઈ પટેલ રહે.અણખી અને દિપક ણછોડ પટેલે તેમની પોતાની એક્ટિવા ચોરી થઈ હોવાની ફરિયાદ વરણામા પોલીસ મથકમાં 30/8/2018 ના રોજ નોંધવી હતી. પકડાયેલા આરોપીની વરણામા પોલીસ મથકના પો સ ઇ એચ.પી.પરમાર દ્વારા પૂછપરછ કરતા આરોપીએ 16 મોટર સાઇકલની ચોરીની કબૂલાત કરી હતી.
આરોપીની કબુલાતના આધારે તેને બતાવેલી જગ્યાએથી વરણામા પોલીસે કુલ 16 મોટરસાઇકલ તથા તેની પાસેથી મળી આવેલ હોન્ડા એક્ટિવા કિંમત રૂપિયા 30.000 મળી કુલ 17 મોટરસાઇકલની કિંમત રૂપિયા 5,20,000નો મુદ્દામાલ કબ્જે કરી જે તેને વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથક, મકરપુરા પોલીસ મથક, વેસ્ટર્ન રેલ્વે પોલીસ મથક તથા કરજણ પોલીસ મથક તથા ડભોઇ પોલીસ મથકની હદમાંથી ચોરી કરી કરેલ મોટરસાઇકલ અલગ અલગ જગ્યાએ સંતાડી રાખેલ હોય જે વરણામા પોલીસે કબ્જે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે માસની અંદર 27 મોટરસાઇકલ તથા પ્રોહી જુગાર તથા અનેક ગંભીર પ્રકારના ગુનાઓ ઉકેલવામાં વરણામા પોલીસ મથકના પો સ ઇ એચ.પી.પરમાર તથા ડી.સ્ટાફના જવાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.