Connect Gujarat
ગુજરાત

પવિત્ર યાત્રાધામ ગુમાનદેવ મંદિરે શ્રાવણના અંતિમ શનિવારે ભક્તોની જામી ભારે ભીડ

પવિત્ર યાત્રાધામ ગુમાનદેવ મંદિરે શ્રાવણના અંતિમ શનિવારે ભક્તોની જામી ભારે ભીડ
X

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકા ના સુપ્રસિધ્ધ યાત્રા ધામ ગુમાનદેવ મંદિરે શ્રાવણ મહિના ના અંતિમ શનિવારે ગુમાનદેવ દાદા ના દર્શન અર્થે ભારે ભીડ ઉમટી હતી.

ભરૂચ જિલ્લા ના ઝગડીયા ખાતે પૌરાણિક ગુમાનદેવ મંદિર છે.આમ તો બારે માસ ભક્તો દૂર દૂર થી આ મંદિરે બિરાજમાન હનુમાનજી ના દર્શન અર્થે આવે છે,પરંતુ પવિત્ર શ્રાવણ માસ માં ભક્તો પગપાળા દર શનિવારે દાદાના દર્શન અર્થે આવે છે.

unnamed (15)

શ્રાવણ માસ નો અંતિમ શનિવાર હોય રાજપીપળા,સુરત,વડોદરા અને ભરૂચ જિલ્લા સહિત થી દૂર દૂર થી ભક્તો શુક્રવાર ની રાતથી જ પગપાળા ચાલીને ગુમાનદેવ દર્શન માટે ઉમટી પડયા હતા.અને મંદિર બહાર ભક્તોની હનુમાનજી દાદા ના દર્શન અર્થે લાંબી લાંબી કતારો લાગી હતી.

શ્રાવણ માસ નિમિતે ગુમાનદેવ મંદિરે ભરાતા મેળાનો લ્હાવો પણ શ્રદ્ધાળુઓ એ લીધો હતો.પગપાળા આવેલા યાત્રીઓ એ જણાવ્યુ હતુ કે દસ બાર કલાક સતત ચાલીને આવ્યા બાદ પણ ગુમાનદેવ ના દર્શન માત્ર થી શરીર નો થાક પણ ઉતરી ગયો છે.અને ભક્તોએ હનુમાનજી ના દર્શન કરીને ધન્યતા નો અહેસાસ કર્યો હતો.

Next Story