Connect Gujarat
સમાચાર

જીના હી તો હે કયું ના હસકર-દીપા મલિક

જીના હી તો હે કયું ના હસકર-દીપા મલિક
X

જિંદગીના પડકારોને ભેદીને લક્ષ્ય પ્રાપ્તી સુધીની દીપા મલિક ની સાહસિક સફર

“નિંદ્રા કા સપના કેવલ એક મૃગતૃષ્ણા હૈં

ક્ષણભર કા ચારુચંદ્ર ફિર નિશા કેવલ ક્રિષ્ણા હૈં

સપને દેખ જાગ્રત અવસ્થા મેં

બના ઉન્હે આદર્શ કાયમ કર વ્યવસ્થા મેં”

- દીપા મલિક

આ શબ્દો છે ભારતની એવી પહેલી મહિલાના જેણે પેરા ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. દીપા મલિકે પેરા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને એક ઇતિહાસ રચી દીધો છે.

45 વર્ષિય દીપા મલિકનો જન્મ 30 સપ્ટેમ્બર, 1970ના રોજ હરિયાણામાં થયો હતો. એક આર્મી ફેમિલીમાંથી આવતા દીપાએ જીંદગીની કોઇપણ પરિસ્થિતીમાં હાર માની નહોતી. માત્ર ત્રણ વર્ષની ટ્યુમરના કારણે દીપા પર પ્રથમ સર્જરી કરાઇ હતી અને ત્યારબાદ પાંચ વર્ષની ઉંમરે તે ટીબીનો શિકાર બન્યા હતા. તેમ છતાં પોતાના અડગ ઇરાદા સાથે તેમણે આ જંગ પણ જીતી લીધી હતી.

જોકે, જીંદગીએ તેના માટે કંઇક અલગ જ વિચારી રાખ્યુ હતું. હજી ઘણાં પડકારનો દીપાએ સામનો કરવાનો બાકી હતો.

દીપાના લગ્ન બાદ તેમની મોટી દીકરીને અકસ્માત નડયો હતો જેના કારણે તેમને લકવો થઇ ગયો હતો. જોકે, દીપાએ આ કપરા સમયમાં દીકરી ને પુરો સાથ આપ્યો હતો. તેમના સાથ અને વાત્સલ્યના કારણે તેમની દીકરી તો સાજી થઇ ગઇ. પરંતુ ત્યારબાદ દીપાને ફરી ટ્યુમર થઇ જતાં ટીમનું અડધુ શરીર પેરાલાઇઝ્ડ થઇ ગયુ.

આટલુ ઓછુ હોય તેમ તેમની કરોડરજ્જૂ માં ત્રણ-ત્રણ મેજર ઓપરેશન કરવામાં આવ્યા છે. તેમના માત્ર બે હાથ કામ કરે છે અને તેમાં પણ 183 ટાંકા લેવા માં આવ્યા છે.

આટલી શારિરીક તકલીફો તેમ છતાં દીપાએ હાર માની નહી. દીપાએ આ પરિસ્થિતીમાં પણ જીંદગીને જીવી જાણી છે અને તેમની કવિતાને તેમણે શબ્દશઃ સાચી ઠેરવી છે.

પોતાના બુલંદ હોસલા અને અડગ નિર્ણયશક્તિના લીધે દીપાએ રાજ્યકક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ કુલ 47 ગોલ્ડમેડલ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ 13 મેડલ જીત્યા છે.

તે સિવાય દીપાએ અર્જુન એવોર્ડ, પ્રેસિડન્ટ રોલ મોડેલ એવોર્ડ, મહારાષ્ટ્ર છત્રપતિ એવોર્ડ, હરિયાણા કર્મભૂમિ એવોર્ડ, સ્વાવલંબન પુરષ્કાર મહારાષ્ટ્ર અને અન્ય 19 એવોર્ડ મેળવ્યા છે. જેમાં લિમ્કા પીપલ ઓફ ધ યર 2014નો પણ સમાવેશ થાય છે.

દીપા સમગ્ર વિશ્વમાં પહેલી એવી મહિલા છે જેણે લેહ લદ્દાખ જેવા ખૂબ જ નીચું તાપમાન ધરાવતા સ્થળે સતત 9 દિવસ સુધી બાઇક રાઇડિંગ કર્યુ હતુ.

તદ્દઉપરાંત દીપાએ યમુના નદીમાં વિરુદ્ધ પ્રવાહમાં એક કીલોમીટર સ્વીમીંગ કરીને નદીના તોફાની પાણીને ચીરીને સાહસિક લક્ષ્ય હાંસલ કર્યું હતુ.

શોર્યથી ભરપૂર દીપા માત્ર વિકલાંગો માટે જ નહી પરંતુ સામાન્ય લોકો માટે પણ એક પ્રેરણાસ્ત્રોત છે. પેરા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર આ મહિલાને કનેક્ટ ગુજરાત સલામ કરે છે.

Next Story