Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર NCT પાઇપ લાઈનમાં લીકેજ થી ઉદ્યોગોનું ડિસ્ચાર્જ બંધ કરાયુ

અંકલેશ્વર NCT  પાઇપ લાઈનમાં લીકેજ થી ઉદ્યોગોનું ડિસ્ચાર્જ બંધ કરાયુ
X

અંકલેશ્વર નર્મદા ક્લિન ટેકના ફાઇનલ પમ્પીંગ સ્ટેશનની પાઈપ લાઈનમાં લીકેજ થતા ઉદ્યોગોનું ડિસ્ચાર્જ બંધ કરાવવાની ફરજ પડી હતી.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ઉત્પાદન પ્રક્રિયા બાદ ઉદ્યોગોમાંથી નીકળતા એફલ્યુઅન્ટ ને જરૂરી પ્રોસેસ કરીને કંટીયાજાળ દરિયામાં આ પાણીને ઠાલવતી NCTની પાઈપ લાઈનમાં લીકેજની ઘટના બની હતી.

અંકલેશ્વર એસ્ટેટનો આઉટ લેટ અને NCTના ઇનલેટ એટલે કે અંકલેશ્વરના ફાઇનલ પમ્પીંગ સ્ટેશન પાસે પાઈપ લાઈનમાં લીકેજ થયુ હોવાનુ જાણવા મળ્યુ છે, અને અત્રેની ઔદ્યોગિક વસાહતના NCTના સભ્ય ઉદ્યોગો ને તાત્કાલિક અસરથી પાઈપ લાઈનમાં એફલ્યુઅન્ટ ડિસ્ચાર્જ ન કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી છે.

જોકે NCT દ્વારા યુદ્ધના ધોરણે પાઈપ લાઈન ના લીકેજનું સમારકામ હાથ ધરવામાં આવ્યુ છે જે મોડી સાંજ સુધીમાં પૂર્ણ થઇ ગયા બાદ ઉદ્યોગોનું ડિસ્ચાર્જ પુનઃ શરુ કરવામાં આવશે તેમ જાણકાર સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

Next Story