Connect Gujarat
ગુજરાત

PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017 માં ભાગ લેશે, જાણો તેમના કાર્યક્રમ વિશે

PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017 માં ભાગ લેશે, જાણો તેમના કાર્યક્રમ વિશે
X

ગુજરાતમાં 10 જાન્યુઆરી થી 13 જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 8મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2017 યોજાનાર છે ત્યારે 9 જાન્યુઆરના રોજ એટલે કે પ્રવાસીય ભારતીય દિવસે વાઇબ્રન્ટ ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ખાતે હાજર રહેશે.

પ્રધાન મંત્રી મોદી સહિત અન્ય મહાનુભાવો પણ ગુજરાત ખાતે પધારનાર છે, જેમનુ સ્વાગત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવશે. આ સાથે પ્રધાનમંત્રીના હસ્તે તારીખ 9મીના રોજ યોજાનાર કાર્યક્રમો નીચે પ્રમાણે રહેશે.

1} રેલવે સ્ટેશનના નવીનીકરણનું ભુમીપુજન

2} ગ્લોબલ ટ્રેડ શો નું ઉદઘાટન

3} ગિફ્ટ સીટી ખાતે ઇન્ટરનેશનલ એક્સચેન્જનું લોકાર્પણ

4 } અમદાવાદની સાયન્સ સીટી ખાતે નોબલ પારિતોષિક પ્રદર્શનનું ઉદઘાટન

આ સાથે 10મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2017નું મહાત્મા મંદિર ખાતે ઉદઘાટન કરવામાં આવશે. તથા ટોચના 60 સીઈઓ સાથે તથા અન્ય ડેલિગેશન સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે.

આ સમિટમાં મહાનુભાવોમાં સર્બિયાના વડાપ્રધાન એલેક્ઝાન્ડર વુસીક, કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટા , રવાંડાના રાષ્ટ્રપતિ પોળ કાગામે , પોર્ટુગલના વડાપ્રધાન એનટીનો કોસ્ટા, ફ્રાન્સના વિદેશ પ્રધાન જિન માર્ક અયરોલટ પણ હાજર રહેશે.

Next Story