Connect Gujarat
ગુજરાત

પાનોલીના ઓવર બ્રિજ પરથી વિદેશી શરાબ ભરેલ ટેમ્પો ઝડપાયો

પાનોલીના ઓવર બ્રિજ પરથી વિદેશી શરાબ ભરેલ ટેમ્પો ઝડપાયો
X

ભરૂચ એલસીબી પોલીસે રૂપિયા 3.28 લાખના દારૂ સાથે બે શખ્સોની કરી ધરપકડ

ભરૂચ એલસીબી પોલીસે પાનોલી ઓવર બ્રિજ પરથી વિદેશી શરાબ ભરીને પસાર થતો ટેમ્પો ઝડપી લઈને બે શખ્સોની ધરપકડ કરી હતી.

unnamed (1)

ભરૂચ એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે અંકલેશ્વર ને.હા.નં 8 પાનોલી ઓવર બ્રિજ પર વોચ ગોઠવી હતી.તે દરમિયાન એક ટેમ્પો ત્યાંથી શંકાસ્પદ રીતે પસાર થતા પોલીસે ટેમ્પાને અટકાવીને તેમાં તલાસી લીધી હતી,પોલીસની તપાસમાં ટેમ્પા માંથી વિદેશી શરાબ અને બિયરનો જથ્થો મળીને રૂપિયા 3,28,800 નો દારૂ મળી આવ્યો હતો.

ભરૂચ એલસીબી પોલીસે દારૂ તેમજ રૂપિયા 4 લાખની કિંમતના ટેમ્પા સાથે દારૂની ખેપ મારતા જાવીદ હુસૈન હાલવડીયા અને ઇમરાન ઇબ્રાહિમ બુકેરા બંને રહે રાજકોટનાઓની ધરપકડ કરી હતી,અને વિદેશી શરાબ અને ટેમ્પો મળીને કુલ રૂપિયા 7,28,800 નો મુદ્દામાલ જપ્ત કરીને આ દારૂ ક્યાંથી લાવીને ક્યાં લઇ જવામાં આવતો હતો તે અંગેની તપાસના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.

Next Story