Connect Gujarat
ગુજરાત

વાગરાના અરગામા ખાતે મેરિડિયન કેમ બોન્ડ પ્રા.લી ની લોકસુનાવણી માં સ્થાનિકોનો વિરોધ

વાગરાના અરગામા ખાતે મેરિડિયન કેમ બોન્ડ પ્રા.લી ની લોકસુનાવણી માં સ્થાનિકોનો વિરોધ
X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અરગામ ખાતે મેરિડિયન કેમ બોન્ડ પ્રા.લી ની પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી,જેમાં સ્થાનિક ગ્રામજનો એ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો.

વાગરાના અરગામા ગામે યોજાયેલ લોક સુનાવણીમાં જાગૃત ગ્રામજનોએ કંપની સત્તાધીશો સમક્ષ કંપની શરુ થવાથી પંથકમાં સજીવ સૃષ્ટિ તેમજ પર્યાવરણને થનાર નુકશાન ની ગંભીરતા સામે અનેક સવાલો કરી કંપની પાસેથી જવાબો માંગ્યા હતા.અને ગ્રામજનો એ કંપની અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો.ખાતેઅધિક કલેક્ટર અને જી.પી.સી.બી. ના અધિકારીએ મધ્યસ્થી કરતા સુનાવણી ની કાર્યવાહી આગળ ધપી હતી.આ તબક્કે જી.આઈ.ડી.સી.કર્મી ને જી.પી.સી.બી.ના પ્રાદેશિક અધિકારી હેમંત સોલંકીએ જે લેન્ડલુઝર્સની જમીનમાં કંપની બનવાની નથી તેવા જમીન ગુમાવનાર ખેડૂતોને નોકરી આપવા માટે ખાસ સૂચના કરી હતી.

સુનાવણીમાં અરગામાના સરપંચે કંપની દ્વારા પોતાને આમંત્રણ નહીં પાઠવવા અંગે બળાપો કાઢયો હોવાનું જાણવા મળ્યુ છે.સાથે જ કંપનીને અરગામા ગામ દત્તક લેવા અનુરોધ કર્યો હતો.આ તબક્કે અરગામાના મોહસીન સૈયદે કંપની સ્થાપના દરમિયાન સ્થાનિક કોન્ટ્રાકટરોને રોજગારીમાં પ્રાધાન્ય આપવા અને રો-મટેરીયલ પણ નજીકના ગામના લોકો પાસેથી ખરીદીને પંથકના લોકોને સહકાર આપવા માટે જણાવ્યુ હતુ.

Next Story