Connect Gujarat
દેશ

મોદીના હસ્તે રૂ 2500 માં હવાઇ યાત્રા ઉડાન શરૂ

મોદીના હસ્તે રૂ 2500 માં હવાઇ યાત્રા ઉડાન શરૂ
X

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉડે દેશ કા આમ નાગરિક યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. મુસાફરોને હવે રૂપિયા 2500માં હવાઈ યાત્રાનો લાભ મળશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીચા દરની પ્રાદેશિક હવાઈ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો, જે યોજના હેઠળ મુસાફરને રૂ.2500 માં હવાઈ સેવાનો લાભ મળશે, પ્રાદેશિક કનેક્ટીવીટીને ઉત્તેજન આપવાના ઈરાદાથી મોદી ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક) યોજનાનો શિમલાથી દિલ્હીની ફ્લાઇટને લીલી ઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો હતો. આ જ પ્રમાણે કડાપા - હૈદરાબાદ અને નાંદેડ - હૈદરાબાદ સેકટરની ફ્લાઇટ પણ લોન્ચ કરવામાં આવશે.

ઉડાન યોજના 15 જુન 2016ના રોજ જાહેર કરાયેલી નેશનલ સિવિલ એવિએશન પોલીસીનો ચાવીરૂપ ભાગ છે, અંદાજે 500 કિમીની 1 કલાકની વિમાનની મુસાફરી અથવા તો હેલીકોપટરની 30 મિનિટની મુસાફરી રૂ 2500માં પડી શકે છે.તેમાં ઉડ્ડયનની લંબાઈ અને સમયગાળા અનુસાર વિવિધ રૂટના પ્રમાણસર ભાવ રહેશે. આ યોજના હેઠળ પશ્ચિમ વિસ્તારના 24 એરપોર્ટ, ઉત્તરભાગ 17, દક્ષિણના 11, પૂર્વના 12 તેમજ ઉત્તર પૂર્વના 6 એરપોર્ટ આવરી લેવાશે,આ યોજના હેઠળ સરકાર જ્યાંથી કોઈ સેવા નથી ચાલતી અથવા તો થોડી જ સેવા ચાલે છે તેવા 45 એરપોર્ટને પણ સાંકળવા માંગે છે.

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યુ હતુ કે ભારતના મધ્યમ વર્ગીય જીવનમાં નવા સપનાઓ અને સંકલ્પ અને કંઈક કરવાની હિંમત દેશ મહેસુસ કરે છે.યુવાનોને અવસર મળશે તો દેશની તકદીર અને તસવીર પણ બદલી શકે છે, વિશ્વ માને છે કે ભારતમાં હવાઈ યાત્રા માટે નો ખુબજ સારો વિકલ્પ છે.એક સમયે હવાઈ યાત્રા માત્ર રાજા મહારાજા ઓ માટે હોવાનું કહેવાતુ હતુ પરંતુ હવે કોમન મેન માટે પણ હવાઈ યાત્રા સરળ બની છે, અને રાજા મહારાજા વાળા વિચારમાં બદલાવ આવ્યો છે.

Next Story