Connect Gujarat
સમાચાર

જાણો બ્લેડર કેન્સર થવાના કારણો અને લક્ષણ વિશે

જાણો બ્લેડર કેન્સર થવાના કારણો અને લક્ષણ વિશે
X

ફિલ્મ અભિનેતા વિનોદ ખન્નાનું મોત બ્લેડર કેન્સર થી થયુ હોવાનું કહેવામાં આવે છે, આ જીવલેણ બીમારી વિશેની થોડી પણ અગત્યની માહિતી જાણવી પણ એટલીજ જરૂરી છે.

કેન્સર નિષ્ણાંતો દ્વારા જાણવા મળ્યા મુજબ બ્લેડર (મુત્રશાય ) આપણી યુરિનરી સિસ્ટમનો ભાગ હોય છે. જે કિડનીમાંથી ફિલ્ટર થઇ આવેલા પેશાબનો સંગ્રહ કરે છે. પછી ત્યાંથી તે શરીરની બહાર નીકળે છે. તેમાં થનાર કેન્સરને જ બ્લેડર કેન્સર કહેવામાં આવે છે.

નેશનલ ઇન્સ્ટટ્યિૂટ ઓફ હેલ્થ અનુસાર આ સમસ્યા મોટાભાગે પપ વર્ષથી ઉપરના પુરૂષોમાં થાય છે પરંતુ જો યુવાનાવસ્થામાંથી તકેદારી રાખવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે. આ કેન્સરના કેટલાક એવા સંકેતો છે જેમને ઓળખી સચેત થઇ શકાય છે. લક્ષણો પેશાબમાં લોહી યુરિન પાસ કરતી વખતે સાથે લોહી પણ બહાર નીકળે તો આ બ્લેડર કેન્સરનું લક્ષણ હોઇ શકે છે. આ સમસ્યાને હિમેચુરિયા પણ કહે છે.

હંમેશા પેશાબ કરતી વખતે બળતરા થવી બ્લેડર કેન્સરનો સંકેત હોઇ શકે છે. એવામાં તીવ્ર દુ:ખાવો પણ થાય છે. પેશાબમાં સફેદ ટિશ્યૂ મૂત્ર ત્યાગ કરતી વખતે સાથે સફેદ ટિશ્યૂ કે વાઇટ ડિસ્ચાર્જ થવું બ્લેડર કેન્સરનું લક્ષણ હોઇ શકે છે. કોઇ પણ કારણ વિના ઝડપથી વજન ઘટવું બ્લેડર કેન્સરનું લક્ષણ હોઇ શકે છે. આ ઉપરાંત હંમેશા કમરના દુ:ખાવાની ફરિયાદ રહેવી બ્લેડર કેન્સરનો સંકેત હોઇ શકે છે.

યુરિન ઇન્ફેક્શન વારંવાર યુરિનમાં ઇન્ફેક્શનની સમસ્યા બ્લડ કેન્સરનો સંકેત હોઇ શકે છે. પેટના નીચેના ભાગમાં દુ:ખાવાની ફરિયાદ રહેવી બ્લેડર કેન્સરનો સંકેત હોઇ શકે છે. વારંવાર હાડકામાં દુ:ખાવો બ્લેડર કેન્સરનું લક્ષણ હોઇ શકે છે. જ્યારે થાક અને નબળાઇ રહેવી યુરિનરી બ્લેડર કેન્સર તરફ ઇશારો કરે છે. જાણકારો ના મતે આ કેન્સર ૬૦ વર્ષથી વધારે વય ધરાવનારાઓને જેમનું વજન વધારે હોય જે વધારે સ્મોકિંગ કરતુ હોય જે વધારે પડતા આલ્કાહોલનું સેવન કરતા હોય તેમને બ્લેડર કેન્સર થવાની શક્યતાઓ વધુ હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story