Connect Gujarat
ગુજરાત

કચ્છમાં પીએમ મોદીને આવકારવા માટે મહિલા મોરચા સહિત મોદીના ચાહકોમાં ભારે ક્રેઝ

કચ્છમાં પીએમ મોદીને આવકારવા માટે મહિલા મોરચા સહિત મોદીના ચાહકોમાં ભારે ક્રેઝ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 22મી થી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે પીએમ મોદીને આવકારવા કચ્છમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે,ભાજપની મહિલા મોરચાની બહેનોએ હાથમાં કમળની મહેંદી મૂકી છે, જ્યારે એક મોદીના ફેને માથાના વાળની હેરકટ કરાવીને મોદીનું નામ ચિતરાવ્યુ છે. કચ્છમાંકચ્છમાં પીએમ નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે મહિલા મોરચાની બહેનોએ પોતાની હથેળીમાં કમળ મહેંદી મુકાવી છે. વડાપ્રધાનના ગાંધીધામ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મહિલા મોરચા દ્વારા પીએમનું સ્વાગત કરવામાં આવશે. જે અંતર્ગત મહિલા મોરચાની બહેનો દ્વારા ક્ચ્છની પરંપરા મુજબ બાંધણી પહેરી તેમનુ સ્વાગત કરવામાં આવશે. તો કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં કૈલાશબેન ભટ્ટ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષે જણાવ્યુ હતુ કે કમળ મહેંદીનો અર્થ કોંગ્રેસના પંજા પર ભાજપનો કમળરૂપી વિજયનો હોવાનું જણાવ્યુ હતુ.

આ ઉપરાંત ગાંધીધામ ખાતે નરેન્દ્ર મોદી આવી રહ્યા હોઈ તેથી તેમના ચાહકોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નંદુભાઈ મિથવાણી નામના તેમના ચાહકે પોતાના માથામાં મોદીનું નામ ચિતરાવ્યુ છે. જે સૌ કોઈમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે. કચ્છમાંનંદુભાઈ મિથવાણીએ જણાવ્યુ હતુ કે આ કોઈ પહેલો અવસર નથી કે જ્યારે તેમને આ પ્રકારનું માથાના ભાગે મોદી મોદી લખાવ્યુ હોય. વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ કચ્છના પ્રવાસે આવ્યા હતા તે પ્રસંગે પણ તેમને મોદી મોદી લખાવ્યુ હતુ. જે નરેન્દ્ર મોદીના ધ્યાને આવતા તેમને પર્સનલી સ્ટેજ પર બોલાવ્યા હતા.

Next Story