Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં વડાપ્રધાન મોદીના 10 કિલોમીટરના રોડ શો માટે તંત્ર સજ્જ

રાજકોટમાં વડાપ્રધાન મોદીના 10 કિલોમીટરના રોડ શો માટે તંત્ર સજ્જ
X

તારીખ 29મી જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહયા છે. ત્યારે તેઓ આજી ડેમ ચોકડી થી લઈ એરપોર્ટ સુધી એક રોડ શો કરવાના છે. આ રોડ શોને લઈ તંત્ર પણ સજ્જ થઈ ચુક્યુ છે.

કનેકટ ગુજરાત સાથેની ખાસ વાતચીતમાં કલેકટર ડો. વિક્રાંત પાંડે એ જણાવ્યુ હતુ કે વડાપ્રધાનના રૂટને દુલ્હનની જેમ શણગારવામાં આવશે. આ માટે સરકારે રૂટ પર આવતા 10 સર્કલને આઈડેન્ટીફાઈ કર્યા છે. જે સર્કલ પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સિધ્ધિ ઓ દર્શાવતુ પ્રદર્શન કરવામાં આવશે. તો સાથો સાથ રૂટમાં આવતી મોટી બિલ્ડિંગો પર વડાપ્રધાનના કટઆઉટસ અને લેઝર શો પણ રાખવામાં આવશે. વધુમાં 60 હોટ સ્પોટ બનાવવામાં આવશે જ્યાં સામાજીક સંસ્થાઓ વડાપ્રધાનનું સ્વાગત કરશે.

વરસાદી મોસમ ચાલી રહી હોવાથી તંત્ર દ્વારા અત્યારથી જ વોટરપ્રુફ પ્લાનીંગ કરવામાં આવ્યુ છે. જેથી વડાપ્રધાનના કોઈ પણ કાર્યક્રમને વરસાદી વિઘ્ન ન નડી શકે. આ માટે એનડીઆરએફની ટીમ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, વીજ કંપનીની ટીમને તૈનાત કરવામાં આવશે.

Next Story