Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં ભરતનાટ્યમ આરંગેત્રમનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરમાં ભરતનાટ્યમ આરંગેત્રમનો કાર્યક્રમ યોજાયો
X

ઇજનેરી તેમજ ધો 10માં અભ્યાસ કરતી પાંચ દીકરીઓએ કઠીન તપસ્યા બાદ આરંગેત્રમની સિધ્ધી હાંસલ કરી

અંકલેશ્વર જીઆઇડીસીના AIA હોલ ખાતે તારીખ 25મી જુન રવિવારની સાંજે ભરતનાટ્યમ આરંગેત્રમનો દિક્ષાંત સમારોહ યોજાયો હતો.

ઝીલ નૃત્યનિકેતન દ્વારા આયોજીત ભરતનાટ્યમ આરંગેત્રમ દિક્ષાંત સમારોહમાં ગૃરૂ કલ્પના જૈનનાં કુશળમાર્ગ દર્શન હેઠળ ભરતનાટ્યમની તાલીમ મેળવનાર પિતા મનોજભાઈ પટેલ અને માતા ચેતનાબેનની બે દીકરીઓ ભૂમિ કે જેને એન્વાયરોમેન્ટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે જ્યારે તેની બહેન સૃષ્ટિ પટેલ કે જે હાલમાં કેમિકલ ટેક્નોલોજી ક્ષેત્રે ઇજનેરીનો અભ્યાસ કરી રહી છે. આ ઉપરાંત કમલેશ પટેલ અને માતા દીપિકાબેન પટેલની દીકરી પૂજા પટેલે પણ કેમીકલ ટેક્નોલોજી ક્ષેત્રે અભ્યાસ કરી રહી છે. જ્યારે ચેતન પટેલ અને કામિનીબેન પટેલની દીકરી મૈત્રી પણ ઇજનેરી ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરી રહી છે. વધુમાં ધોરણ 10માં અભ્યાસ કરતી નિલેશભાઈ પટેલ અને માતા સીમાબેનની દીકરી

ઊર્મિ પટેલે મળીને પાંચેય દીકરીઓએ સાત વર્ષની તપસ્યા બાદ ભરતનાટ્યમમાં નિપુર્ણતા હાંસલ કરી છે.

આરંગેત્રમનાં દિક્ષાંત સમારોહમાં આ દીકરીઓએ ભરતનાટ્યમની વિવિધ નૃત્યકલા પુષ્પાંજલિ, અલરિપ્પુ, જતિશ્વરમ, વરનમ, પદ્દમ, કિર્તાનમ, શ્લોકમ, તિલ્લાના, મંગલમ પર કૃતિઓ રજુ કરી હતી અને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પ્રસંગે મુંબઈ ભારતીય નૃત્ય દર્શનના ડાયરેક્ટર ભાવનાબેન ઠાકર ખાસ ઉપસ્થિત રહીને ભરતનાટ્યમની પદવી મેળવનાર દીકરીઓને શુભેચ્છા પાઠવી હતી.

Next Story