Connect Gujarat
ગુજરાત

જ્યુબિલન્ટ કંપનીએ પ્રાથમિક શાળાના બાળકોને 200 હેલ્થકિટનું વિતરણ કર્યું

જ્યુબિલન્ટ કંપનીએ પ્રાથમિક શાળાના બાળકોને 200 હેલ્થકિટનું વિતરણ કર્યું
X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત જી.આ.ડી.સી. સ્થિત જ્યુબિલન્ટ કંપનીએ આસપાસના ગામની પ્રાથમિક શાળાઓમાં હેલ્થકીટનું વિતરણ કર્યું હતુ.

વિલાયત ખાતે આવેલ જ્યુબિલન્ટ કંપનીના ભરતીયા ફાઉન્ડેશન થકી સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જે સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય તંદુરસ્ત અને નિરોગી રહે એ માટે જ્યુબિલન્ટ કંપનીના ફાઉન્ડેશને હેલ્થ કીટને પ્રાધાન્ય આપ્યુ હતુ.

જેમાં પ્રાથમિક શાળા વિલાયત, ભેરસમ, વોરાસમની, જુનેદ, દયાદરા, સલાદરા અને અરગામા ગામની શાળાઓમાં પ્રવેશ લેનાર પ્રથમ ધોરણના 200 જેટલા ભુલકાઓને કંપની કર્મીઓ અને આગેવાનોને હસ્તે હેલ્થકિટનુ વિતરણ કરાયુ હતુ. હેલ્થકિટમાં બાળકોને રોજબરોજ ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ જેમકે ટુથબ્રશ, ઊલિયુ, સાબુ, સાબુદાની, કાંસકો, નેલકટર, ટોવેલ, અરીસો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રવેશ ઉત્સવમાં કંપનીના એચઆર હેડ વેદાંત શુક્લા, પીઆર હેડ નિર્મલસિંહ યાદવ અને સી.એસ.આર કોઓર્ડીનેટર ગૌરીશંકર મિશ્રા હાજર રહ્યા હતા.

Next Story