જાણો વરસાદની મોસમમાં શું રાખવી જોઈએ સાવધાની

127

વરસાદની મોસમમાં બીમારીનું પ્રમાણ પણ વધુ જોવા મળતુ હોય છે, ત્યારે ખાસ કરીને બહારનાં ફુડ ખાવામાં લોકોએ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.

સ્વાદના શોખીનો સામાન્ય રીતે બારે માસ પોતાની મનગમતી કે અવનવી વસ્તુઓ આરોગતા હોય છે, પરંતુ વરસાદની મોસમમાં તેના પર અંકૂશ જરુર મુકતા હોય છે. ભેજ યુક્ત મોસમમાં વાયરલ ઇન્ફેક્શનનાં દર્દીઓમાં   વધારો જોવા મળતો હોય છે, અને તાવ કે મચ્છરજન્ય રોગોમાં પણ નોંધપાત્ર વધારો થતો હોય છે.

વરસાદની મોસમમાં પાચનક્રિયા મંદ પડવાના કારણે એસીડીટી સહિત પેટ સંબંધી બીમારીના દર્દીઓ પણ ક્લિનિકના આંટાફેરા મારતા હોય છે.

વરસાદની મોસમમાં તુલસી, આદું, ફુદીના હળદર હીંગ,જીરા અને લીમડાના વધારે સેવન કરો કારણ કે આ પાચનતંત્રને મજબૂત બનાવે છે,અને પેટ સંબંધી રોગોથી દૂર રાખે છે.

આ ઘરેલુ દ્રવ્યોના સેવનથી એસીડીટી, કબ્જિયાત, અપચો જેવી સમસ્યાઓ થી બચી શકાય છે.

વધુમાં આ મોસમમાં પેટની  સાફ – સફાઈ માટે થોડી માત્રામાં મધનું  સેવન કરવાથી પણ લાભ મળે છે. મધ આંતરડાને સાફ કરે છે.

આ ઉપરાંત રોગ પ્રતિરોધકતા વધારવા માટે ખાટા અને વિટામિન સી થી ભરપૂર ફળ જેવા સંતરા વગેરેનું  સેવન કરવું પણ શરીર માટે લાભકારક છે, અને વરસાદની મોસમમાં બહારના ખુલ્લા તેમજ વાસી ખોરાક થી દૂર રહીને ઘરમાંજ બનાવવામાં આવેલો તાજો અને ગરમ ખોરાક જ ખાવાની સલાહ પણ તબીબો આપી રહ્યા છે.

LEAVE A REPLY