અંકલેશ્વર નગર પાલિકાનાં ઉપપ્રમુખ કલ્પેશ તેલવાલાનાં રાજીનામા થી ખળભળાટ

2394

અંકલેશ્વર નગર પાલિકાનાં વોર્ડ નંબર એક માંથી કોર્પોરેટર તરીકે ચુંટાયેલ અને ઉપપ્રમુખનું પદ ધરાવતા કલ્પેશ તેલવાલાએ ઉપપ્રમુખના પદ પરથી ઓચિંતાજ રાજીનામુ આપી દેતા ભાજપના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

કલ્પેશ તેલવાલાએ શાસક પક્ષના નેતાને પોતાનું રાજીનામું સોપી દીધું હતું. આ અંગે કલ્પેશ તેલવાલા દ્વારા નગર પાલિકાના મહિલા પ્રમુખ મીનાબહેન પટેલ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

કલ્પેશ તેલવાલાએ રાજીનામુ આપવા અંગે નગર પાલિકાના મહિલા પ્રમુખ મીનાબહેન પટેલની નીતિ રીતિને જવાબદાર ઠેરવવામાં આવી છે, અને મહિલા પ્રમુખ પર ભ્રષ્ટાચાર તેમજ અપશબ્દો બોલતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે.

LEAVE A REPLY