Connect Gujarat
ગુજરાત

હાંસોટ તાલુકાનાં દિગસ ગામે મહિલા સિવણ ટ્રેનિંગ કલાસનો પ્રારંભ કરાયો

હાંસોટ તાલુકાનાં દિગસ ગામે મહિલા સિવણ ટ્રેનિંગ કલાસનો પ્રારંભ કરાયો
X

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતે જીવન રક્ષક દવાઓનું ઉત્પાદન કરતી લુપીન લી. દ્વારા સંચાલિત લુપીન હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટનાં સહયોગ થી હાંસોટ તાલુકનાં દિગસ ગામ ખાતે મહિલા સિવણ ટ્રેનિંગ કલાસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કામદાર નેતા એડવોકેટ ડી.સી.સોલંકી તથા લુપીન કંપનીનાં ડો.ડી.એમ.ગાંધી,ડેપ્યુટી મેનેજર દિગંત છાયા, વિનોદભાઈ વસાવા, હેમંતભાઈ રાણા, અને કંપની HR સ્ટાફ ઉપરાંત ગામના સરપંચ ડાહ્યાભાઈ આહીર, તેમજ નટુભાઈ પટેલ તથા IHRCનાં મુકેશભાઈ ભગત સહિત ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story