Connect Gujarat
ગુજરાત

ભરૂચ કલેકટર કચેરીની વેબસાઈટ પર ફાઈલ ટ્રેકિંગ સેવા ઠપ

ભરૂચ કલેકટર કચેરીની વેબસાઈટ પર ફાઈલ ટ્રેકિંગ સેવા ઠપ
X

ડિજિટલ ઇન્ડિયાનાં સ્વપ્ન સાથે વિકાસની વૃદ્ધિ કરવાના ઇરાદે ગુજરાત સરકારનાં તમામ વિભાગોની વેબસાઈટ બનાવામાં આવી છે જ્યાંથી પ્રજાનાં અનેક કામ સરળતા થી થાય છે, પરંતુ આ વેબસાઈટનું મેન્ટનન્સ સમયાંતરે કરવું એ અત્યંત અગત્યનું છે નહીંતર પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

રાજ્યનાં તમામ જિલ્લા કલેકટરોની પણ વેબસાઈટ બનાવામાં આવી છે. આ વેબસાઈટ પર અનેક પ્રજા લક્ષીકામો સરળતાથી અને પારદર્શકતાથી થાય છે, પરંતુ ભરૂચ કલેકટર કચેરીની વેબસાઈટ પર આપવામાં આવેલ ફાઈલ ટ્રેકિંગ સિસ્ટમ હાલમાં ઠપ છે. વેબસાઈટ પર કલેકટર કચેરીમાં ચાલતી પ્રજાની જુદી જુદી ફાઈલોનું સ્ટેટસ ચેક કરી શકાય તે સુવિધા આપવામાં આવી છે પરંતુ હાલમાં આ સુવિધા બંધ છે. વેબસાઈટ પર ક્લીક કરવાથી આ સુવિધા બંધ છે, તેવો મેસેજ આવે છે.

પ્રજાને ડિજિટલાઇઝેશન થી વધુમાં વધુ લાભ થાય તેવા આસય થી શરુ કરવામાં આવતી સેવાઓ સમય સમય પર અપડેટ થાય અને તેનું મેન્ટેનન્સ પણ સમયાંતરે થાય તો આવી સમસ્યાઓ ટાળી શકાય છે.

ભરૂચ કલેકટર કચેરીની વેબસાઈટ પર ફાઈલ સ્ટેટસની સેવામાં થતી ક્ષતિ અંગે કચેરીનો સંપર્ક સાધતા એક અધિકારીએ જણાવ્યુ હતુ કે આ તમામ કામગીરી વડી કચેરી થી થાય છે. જેથી જિલ્લા કચેરીએ આ અંગે કોઈ માહિતી નથી.

જિલ્લા સમાહર્તા આ અંગે ધ્યાન દોરે તો પ્રજાને પડતી તકલીફોનું સમયસર નિરાકરણ આવી શકે છે.

Next Story