અંકલેશ્વરમાં 10 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ટાઉન હોલનું લોકાર્પણ

1202

રાજ્યનું પ્રથમ એનર્જી એફીસીયેટ ઇન્ડોર અને આઉટડોર ટાઉનહોલનું  લોકાર્પણ કરતા રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ.

અંકલેશ્વર શહેરમાં આ  પ્રથમ ટાઉનહોલ જેમાં ઇન્ડોર 520 સીટ તેમજ આઉટડોર 1000ની બેઠક વ્યવસ્થા સાથેનું ઇકોબેઝ ટાઉન હોલ બન્યું છે. હવા, પાણી તેમજ વેસ્ટના ઉપયોગ વડે એનર્જી (વીજળી) બાયો ગેસ ઉત્પન્ન કરશે. આ ઉપરાંત 5.50 કરોડ ઉપરાંતના ખર્ચે વિવિધ વિકાસના કામોનું લોકાપર્ણ કમ ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. અંદાજીત 10 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ટાઉન હોલની દિવાળી પૂર્વે પ્રજાને પાલિકા ભેટ આપશે.

રાજ્યનું પ્રથમ એનર્જી એફીસીયેટ ઇન્ડોર અને આઉટડોર ટાઉનહોલનું રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જીનવાલા કમ્પાઉન્ડ ખાતે પાલિકા તત્કાલીન પ્રમુખ પુષ્પા મકવાણાના સમયકાળ દરમિયાન 27 મી ફેબ્રુઆરી 2014ના રોજ રાજ્ય સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે માં શારદા ભવનની ખાતમહૂર્ત વિધિ યોજવામાં આવી હતી.

રાજ્યનું સૌ પ્રથમ એનર્જી એફીસીયેટ ધરાવતું માં શારદા ભવન ટાઉન હોલ નિર્માણ પામ્યું છે. જેમાં વિન ટાવરની મદદ થી વાતાનૂકુલિંગ વ્યવસ્થા સાથેની 520 બેઠક વ્યવસ્થા યુક્ત હોલ છે. આ ઉપરાન્ત 200 વ્યક્તિનો અલગ એ.સી હોલ પણ છે. તો 800 થી 1000 વ્યક્તિ બેસી શકે તેવો આઉટડોર હોલ પણ બનાવામાં આવ્યો છે. વરસાદી પાણી સંગ્રહ તેમજ બાયો ગેસ પણ હોલમાં ઉત્પન્ન કરી ઉપયોગમાં લેવામાં આવશે। તો સંપૂર્ણ રીતે સોલાર એનર્જી માટે સોલાર પેનલ વડે વીજળી ઉત્પન્ન કરી ઉપયોગમાં લેવામાં આવશે તો વધારે વીજ ઉત્પન્ન થશે જેને વીજ નિગમ ને   વેચાણ કરવામાં આવશે.

આ પ્રંસગે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આજે અંકલેશ્વર શહેરની વર્ષો જૂની માંગ પૂર્ણ થઇ છે યુવા ધન તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોને આના થી પ્લેટફોર્મ મળશે તેમજ કલાને પ્રોત્સાહન મળશે. સંપૂર્ણ આર.સી.સી. સેસમિક ડિઝાઈન, સોલર સિસ્ટમ, એલ.ઈ.ડી.લાઈટ , સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ થઈ તે માટે પોલીકાર્બોનેટ છત, ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલના ધોરણ થી બનેલ, લઘુતમ વીજ વપરાશ, પેસિવ કુલિંગ પદ્ધતિ, ફ્રેશ એર ઇન્ટેક સીસ્ટમ, વિન્ડ કેચરર્સનો તેમજ રેઇન વોટર હાર્વેસિંગ સીસ્ટમ સાથે ઉત્તમ ફાયર હાઈડ્રસ સીસ્ટમ યુક્ત એક નહિ પણ એકજ સ્થળે 3 હોલ આજે પ્રજાને પ્રાપ્ત થયા છે. રાજ્ય સરકાર ગ્રામ્ય તેમજ શહેરના દરેક નાગરિકો મહત્તમ સુવિધા પ્રાપ્ત થાય એ માટે કટિબદ્ધ છે.

આ પ્રસંગે પાલિકા પ્રમુખ મીનાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, ઉપ પ્રમુખ કલ્પેશ તેલવાલા, સત્તાપક્ષ નેતા જનક શાહ, ચીફ ઓફિસર પ્રશાંત પરીખ, મામલતદાર યુ.બી.મહીડા,એ.આઈ.એ પ્રમુખ મહેશ પટેલ, તેમજ ઉપ પ્રમુખ જશુંભાઈ ચૌધરી, પી.આઈ.એ.પ્રમુખ બી.એસ.પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ડૉ નિતેન્દ્રસિંહ દેવધારા, તાલુકા પંચાયત પ્રમુખ ભરત પટેલ, નોટીફાઈડ ભાજપ પ્રમુખ ભરત પટેલ, આર.એસ.એસના બળદેવભાઈ પ્રજાપતિ સહિત આમંત્રિત મહેમાનો વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY