Connect Gujarat
સમાચાર

BCCI ભારતીય ક્રિકેટરોનાં પગાર અને ફી વધારવા માટે સમંત  

BCCI ભારતીય ક્રિકેટરોનાં પગાર અને ફી વધારવા માટે સમંત  
X

ભારતીય ક્રિકેટરો માટે 'અચ્છે દિન આનેવાલે હૈ'. કેપ્ટન કોહલી, કોચ રવિ શાસ્ત્રી અને ધોનીએ ભારતીય ક્રિકેટ બોર્ડની એડમિનિસ્ટ્રેટીવ કમિટીના વડા વિનોદ રાય તેમજ તેના સભ્યો ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ડાયેના એદુલજી તેમજ સીઇઓ રાહુલ જોહરી જોડે ભારતીય ક્રિકેટરોના કરારની રકમ અને મેચ ફી વધારવા માટેની માંગ સાથે મિટિંગ યોજી હતી. જેને કમિટી તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.

વિનોદ રાયે જણાવ્યું હતું કે, અમે મિટિંગ બાદ તરત જ કોહલી, ધોની અને શાસ્ત્રીને ખાતરી આપી છે કે ક્રિકેટરોને મળતા વળતરમાં વધારો કરીશું અને તે આંકડાની જાહેરાત ટૂંક સમયમાં કરીશું એટલું જ નહી તેઓએ એમ કહ્યું હતું કે, કોહલી, ધોની અને શાસ્ત્રીએ ક્રિકેટરોને કઈ રીતે કેટલી રકમ આપી શકાય તેનું એક માળખું પણ અમને આપ્યું છે.

જેના માટે અમે પણ પોઝિટીવ છીએ. હવે તે અંગે ચર્ચા કરીને ક્રિકેટરોને પહેલા વિશ્વાસમાં લઈશું.

Next Story