Connect Gujarat
સમાચાર

દંગલ ગર્લ ઝાયરાએ ફ્લાઇટમાં તેની સાથે છેડતી થઇ હોવાના લગાવ્યો આરોપ

દંગલ ગર્લ ઝાયરાએ ફ્લાઇટમાં તેની સાથે છેડતી થઇ હોવાના લગાવ્યો  આરોપ
X

દંગલ ગર્લ ઝાયરા વસીમે ફ્લાઇટમાં છેડતીનો આરોપ લગાવતો એક વીડિયો અપલોડ કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટમાં તેની બરાબર પાછળ બેસેલા એક વ્યક્તિએ ખોટી રીતે સ્પર્શ કર્યો છે. ઝાયરાએ એવો પણ આક્ષેપ કર્યો કે, આ અંગે ફ્લાઇટ ક્રૂને જાણ કરવા છતાં તેમણે કોઈ મદદ કરી નહતી.

ઝાયરાએ ફ્લાઇટ માંથી ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી લખતા કહ્યુ કે, મારી પાછળ બેઠેલો આધેડ ઓછી લાઇટનો ફાયદો ઉઠાવી રહ્યો છે. તે તેના પગ વડે મારી ગર્દન અને પીઠને અયોગ્ય રીતે સ્પર્શ કરી રહ્યો છે. પહેલા મે જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે તેણે ફ્લાઇટ ટર્બુલેંસની વાત કહી પરંતુ બાદમાં તે ફરીથી આ પ્રકારની હરકત કરવા લાગ્યો. મે આ અંગેનો એક વીડિયો બનાવવાની કોશિશ કરી પરંતુ લાઇટ ઓછી હોવાના કારણે તેમ ન થઈ શક્યું.

ઝાયરા જ્યારે મુંબઈ પહોંચી ત્યારે તેણે એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં તે રડતી રડતી તેની સાથે થયેલી ઘટનાનું વર્ણન કરી રહી છે. તેણે કહ્યું, ત્યાં ઘણા લોકો હાજર હતા પરંતુ કોઈએ મારી મદદ ન કરી. આ સારી વાત નથી.

વિસ્તારા એરલાઇન્સે પણ ઘટના અંગે ઉંડાણપૂર્વકનું ઇન્વેસ્ટિગેશન કરીને ઝાયરાને શક્ય તમામ સપોર્ટ આપવાનું જણાવ્યું હતુ.

Next Story