Connect Gujarat
ગુજરાત

ભરૂચ નગર પાલિકાનાં સભ્ય અને મહિલા કાઉન્સિલરનાં પતિ વચ્ચે મારામારીની ઘટના થી ચકચાર

ભરૂચ નગર પાલિકાનાં સભ્ય અને મહિલા કાઉન્સિલરનાં પતિ વચ્ચે મારામારીની ઘટના થી ચકચાર
X

ભરૂચ નગર પાલિકાનાં વોર્ડ નંબર 6ની મહિલા કાઉન્સિલરનાં પતિ અને પાલિકાનાં જ સભ્ય વચ્ચે છુટાહાથની મારામારીની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી.

જાણવા મળ્યા મુજબ ભરૂચ નગર પાલિકાનાં મહિલા સભ્ય હેમુબેન માછીનાં પતિ અનિલ માછી અને નગર પાલિકાનાં સત્તાપક્ષનાં નેતા વિજય કોન્ટ્રાકટર વચ્ચે કોઈક બાબત અંગે માથાકૂટ થઇ હતી, અને મામલો વધુ બિચકતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.

સર્જાયેલી ઘટના અંગે બંને પક્ષો દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરુ કરી છે.

Next Story