જંબુસરનાં કહાનવા ગામેની પ્રાથમિક શાળામાં ONGC દ્વારા સુરક્ષા સપ્તાહ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

139

જંબુસર તાલુકાનાં કહાનવા ગામેની પ્રાથમિક શાળામાં તારીખ 13 થી 19 ડિસેમ્બર સુધી ચાલતા સુરક્ષા સપ્તાહ અંતર્ગત ONGC અંકલેશ્વર એસેટનાં સહયોગ થી ડબકા ONGC દ્વારા ધોરણ 1 થી 8નાં બાળકો માટે સુરક્ષા જાગૃતિ અંગે માર્ગદર્શન અને કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

સ્પર્ધામાં પોતાની બુધ્ધિ કૌશલ્ય થી જવાબ આપનાર  વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ONGC ડાબકાનાં સેક્ટર ઇન્ચાર્જ બેનસન બેનજામીન, કહાનવા પ્રાથમિક શાળાનાં આચાર્ય સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY