ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક કાળજું કંપાવી દેતી દુર્ઘટના સર્જાઈ છે. ફરજ પર તૈનાત પોલીસ જવાનોની ગાડીને એક પૂરઝડપે આવતા ટ્રેલરે અડફેટે લેતા 5 જવાનોના કરુણ મોત નીપજ્યા હતાજ્યારે 3 જવાનોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં રવિવારે સવારે રક્ષકો જ માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે. ઝારસુગુડા સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ પર રહેલી પોલીસની બોલેરો ગાડીને સામેથી આવતા એક અનિયંત્રિત ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પોલીસ વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર પાંચ જવાનોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા.

પોલીસ વિભાગ દ્વારા મૃતક જવાનોના નામ જાહેર કરવામાં આવ્યા છેજેમાં ડ્રીલ સબ-ઇન્સ્પેક્ટર નિરંજન કુજૂરએપીઆર કર્મચારી કાશીરામ ભોઈદેબદત્ત સાએપીઆર હવાલદાર લિંગરાજ ધુરુઆ અને હોમગાર્ડ ભક્તબંધુ મિર્ધાનો સમાવેશ થાય છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.