-
ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગનો સર્વે
-
શાળામાંથી ડ્રોપ આઉટ બાળકો અંગે સર્વે
-
પ્રી સર્વેમાં 3424 બાળકો સંભવિત ડ્રોપ આઉટ
-
6 હજાર બાળકોએ ભણવાનો કર્યો ઇનકાર
-
શાળાએ પરત લાવવા પ્રયત્નો શરૂ
ભરૂચ જિલ્લામાં 6 હજાર બાળકોએ ભણવાનો કર્યો ઈન્કાર, જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી દ્વારા બાળકોને પરત શાળાએ લાવવા પ્રયત્નો શરૂ
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં શાળામાંથી ડ્રોપ આઉટ બાળકો અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ચોકાવનારા આંકડાઓ બહાર આવ્યા છે ગુજરાત | ભરૂચ | સમાચાર
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં શાળામાંથી ડ્રોપ આઉટ બાળકો અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ચોકાવનારા આંકડાઓ બહાર આવ્યા છે ત્યારે ડ્રોપ આઉટ બાળકો ફરી શાળાએ આવી શિક્ષણ મેળવતા થાય તે માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
હાલ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની સૂચનાથી ડ્રોપ આઉટ બાળકો અંગે સર્વે ચાલી રહ્યો છે.ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજીત 16 હજાર બાળકો સંભવિત ડ્રોપ આઉટ છે વર્ષ-2025-2026માં અને 2026-27માં કોઈ પણ બાળક ડ્રોપ આઉટ થઈ શકે કેમ તેની સંભાવના અંગેનો પ્રિ સર્વે પૂર્ણ થયો છે.જેમાં 75 હજાર 930 બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે.જ્યારે પ્રિ-સર્વેમાં અભ્યાસ કરતા 3254 સંભવિત ડ્રોપ આઉટ ધરાવે છે.ત્યારે આવા બાળકો ફરી શિક્ષણ મેળવી શકે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલજી દ્વારા અલગ અલગ તાલુકામાં એક-એક ટીમ બનાવી સર્વે કરવામાં આવી રહ્યો છે.
જિલ્લામાં 6 હજાર બાળકો એવા છે જેઓએ અથવા તેમના બાળકોએ ભણવાનો ઇનકાર કર્યો છે. એની પાછળ બાળકોની શિક્ષણ પ્રત્યેની રુચિ ન હોવી તેમજ આર્થિક કારણો સહિતની બાબતો જવાબદાર હોય શકે છે ત્યારે આવા બાળકો ફરી શાળાએ આવતા થાય એ માટે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતી બા રાહુલ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આવા બાળકોને ફરી શિક્ષણ મળતું થાય તે માટે દરેક સેવાભાવી સંસ્થાઓ સહિત સામાજિક આગેવાનો એ આગળ આવવું જોઈએ
