Connect Gujarat

68 માં પ્રજાસતાક દિન પર આર્મીના વીરતા પુરસ્કારોની જાહેરાત

68 માં પ્રજાસતાક દિન પર આર્મીના વીરતા પુરસ્કારોની જાહેરાત
X

આજ રોજ દેશનો 68 મો ગણતંત્ર દિવસ છે ત્યારે આ દિવસે આર્મીના વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.

ઉરીમાં થયેલ હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઇકમાં સામેલ આર્મીના જવાનોને કીર્તિચક્ર અને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવશે આ ઉપરાંત પોલીસ જવાનોને પણ તેમની વીરતા માટે પોલીસ મેડલ આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ મેડલ મેજર સુરી , મેજર જનરલ પ્રવીણ બક્ષી , હવલદાર પ્રેમ બહાદુર રેશમી માગર , લેફટનન્ટ કર્નલ અતુલ ગુપ્તા , મેજર ડી.વિનય રેડ્ડી , મેજર રજત ચંદ્રા , મેજર દિપકકુમાર ઉપાધ્યાય , કેપ્ટન આશુતોષ કુમાર , કેપ્ટન અશિક એમ.બી , નાયબ સુબેદાર વિજય કુમાર , હવલદાર હનુમાન રામશરણ , નાયક પડુરંગ મહાદેવ , અબ્દુલ કયુમ , તેમજ પેરા સ્પેશિયલ ફોર્સના જવાનો , પેરા બટાલિયન કમાન્ડિંગ ઓફિસરો સહીત અન્ય જવાનોને આપવામાં આવશે.

આ વીરતા પુરસ્કાર દેશના જવાનોને તેમની વીરતા માટે શાંતિ કાળમાં આપવામાં આવે છે.

Next Story
Share it