સંભવિત બિપરજોય વાવાઝોડાની સ્થિતિને અનુલક્ષી કેન્દ્રીય રેલવે રાજયમંત્રી દર્શના જરદોશએ પોરબંદરના સુભાષનગર સ્થિત તૈનાત નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યૂ ફોર્સ ખાતે મુલાકાત લીધી હતી.

સમગ્ર રાજ્યમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની સ્થિતિને અનુલક્ષી ગુજરાત સરકાર દ્વારા રાહત અને બચાવ તેમજ લોકોના સ્થળાંતર માટે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે કેન્દ્રીય રેલવે રાજયમંત્રી દર્શના જરદોશએ પણ પોરબંદરના સુભાષનગર સ્થિત તૈનાત નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યૂ ફોર્સ ખાતે મુલાકાત લીધી હતી, જ્યાં નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યૂ ફોર્સના કમાન્ડર તેમજ ટીમના સભ્યોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સંભવિત વાવાઝોડાની તૈયારી વિશે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલની મુલાકાત લઈ જરૂરી મેડિકલ સુવિધાઓની સજ્જતા ચકાસી હતી, અને હોસ્પિટલમાં જરૂરી દવાઓ, મેડિકલ સાધનો તૈયાર રાખવા જણાવ્યું હતું.